IND vs NZ Live Streaming: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી ODI મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે મફતમાં જોવી?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝની પાંચમી અને અંતિમ મેચ 15 નવેમ્બર, રવિવાર 2026 ના રોજ બે ઓવલ સ્ટેડિયમમાં રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Nov 2026 07:22 PM (IST)Updated: Sat, 14 Nov 2026 07:22 PM (IST)
ind-vs-nz-5th-odi-live-streaming-tv-channel-broadcast-and-online-streaming-date-time-details

IND vs NZ 5th ODI Live Streaming: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની ODI સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડે મેચ 15 નવેમ્બર, રવિવાર 2026 ના રોજ રમાશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં સિરીઝમાં 2-1 થી આગળ છે અને તેની પાસે સિરીઝ જીતવાની તક છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડ પાસે સિરીઝ સરભર કરવાનો મોકો છે. જાણો ટીવી અને ઓનલાઈન લાઈવ મેચ ક્યાં અને કેવી રીતે જોવી.

IND vs NZ 5th ODI: ક્યારે અને ક્યાં રમાશે મેચ?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી ODI મેચ 15 નવેમ્બર, રવિવાર 2026 ના રોજ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ (Bay Oval) ખાતે રમાશે.

IND vs NZ 5th ODI: કયા સમયે શરૂ થશે મેચ?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી વન-ડે મેચ ભારતીય સમય (IST) અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે અડધો કલાક પહેલા સવારે 7:00 વાગ્યે ટોસ થશે.

IND vs NZ 5th ODI: ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?

  • TV ટેલિકાસ્ટ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ODI મેચનું લાઈવ પ્રસારણ Sony Sports Network ની ટીવી ચેનલો પર જોઈ શકાશે.
  • ઓનલાઈન સ્ટ્રીમિંગ: ભારતમાં ક્રિકેટ ફેન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Sonyliv એપ અને વેબસાઈટ પર જોઈ શકે છે.
  • મફતમાં લાઈવ મેચ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ DD Free Dish વપરાશકર્તાઓ DD Sports ચેનલ પર બિલકુલ મફતમાં જોઈ શકાશે.

બંને ટીમના મુખ્ય ખેલાડીઓ સિરીઝ બહાર

પાંચમી ODI મેચ પહેલા બંને ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થયા છે, જેના કારણે મેચનો રોમાંચ એક અલગ મોડ પર પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો, આગામી ટેસ્ટ ટીમ સાથે જોડાવાને કારણે મુખ્ય ફાસ્ટ બોલર મેટ હેનરી પાંચમી ODI મેચમાં રમી શકશે નહીં. બીજી તરફ, ભારતીય ટીમના બોલર ગુરનારબરાડ પણ ટેસ્ટ ટીમ સાથે જોડાવાના હોવાથી આ છેલ્લી વન-ડે મેચ રમી શકશે નહીં.