IND vs NZ Live Streaming: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી વનડે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

IND vs NZ: ટીમ ઈન્ડિયા અને ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે 13 નવેમ્બર, શુક્રવારના રોજ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ સ્ટેડિયમમાં ચોથી વન-ડે મેચ રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Nov 2026 07:42 PM (IST)Updated: Thu, 12 Nov 2026 07:42 PM (IST)
ind-vs-nz-4th-odi-live-streaming-date-time-squads-tv-channels-and-online-streaming-details

IND vs NZ 4th ODI Live Streaming: શ્રેયસ અય્યરનીઆગેવાનીમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 13 નવેમ્બર, શુક્રવારના રોજ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ સ્ટેડિયમમાં રમાનારી ચોથી ODI મેચ જીતીને શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જાણો ટીવી અને ઓનલાઈન લાઈવ મેચ ક્યાં અને કેવી રીતે જોવી.

ODI સિરીઝમાં ભારતની 2-0 થી સરસાઈ

પ્રથમ 2 મેચ જીતીને ભારત હાલ ODI સિરીઝમાં 2-0 થી આગળ છે, જ્યારે ત્રીજી ODI મેચ એક પણ બોલ ફેંકાયાવિના વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આગામી 19 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની તૈયારી માટે શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ટીમ છોડીને રવાના થતાં ચોથી ODI મેચ માટે ભારતીય ટીમમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે.

IND vs NZ 4th ODI: ક્યારે અને ક્યાં રમાશે મેચ?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ODI મેચ 13 નવેમ્બર, શુક્રવાર 2026 ના રોજ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ (Bay Oval) ખાતે રમાશે.

IND vs NZ 4th ODI: કયા સમયે શરૂ થશે મેચ?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી વન-ડે મેચ ભારતીય સમય (IST) અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે અડધો કલાક પહેલા સવારે 7:00 વાગ્યે ટોસ થશે.

IND vs NZ 4th ODI: ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?

  • TV ટેલિકાસ્ટ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ચોથી ODI મેચનું લાઈવ પ્રસારણ Sony Sports Network ની ટીવી ચેનલો પર જોઈ શકાશે.
  • ઓનલાઈન સ્ટ્રીમિંગ: ભારતમાં ક્રિકેટ ફેન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Sonyliv અને JioCinema એપ તથા વેબસાઈટ પર જોઈ શકે છે.
  • મફતમાં લાઈવ મેચ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ DD Free Dish વપરાશકર્તાઓ DD Sports ચેનલ પર બિલકુલ મફતમાં જોઈ શકાશે.

શ્રેયસ અય્યર કેપ્ટન અને ઈશાન કિશન વાઈસ કેપ્ટન 

શુભમન ગિલની ગેરહાજરીમાં ચોથી અને પાંચમી વન-ડે મેચ માટે શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે ઈશાન કિશનને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે ઈશાન કિશન વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે. હવે કે.એલ. રાહુલના સ્થાને મિડલ ઓર્ડરમાં કયા ખેલાડીને તક મળે છે તે જાણવું રસપ્રદ રહેશે.

IND vs NZ 4th ODI: ભારતની સંપૂર્ણ સ્કવોડ 

શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનાર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.