IND vs NZ 2nd Test: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં આકાશ દીપ પ્લેઈંગ-11 માંથી બહાર, કનકશન સબસ્ટિટ્યૂટ તરીકે આ ઘાતક ખેલાડીને મળી તક

ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ફાસ્ટ બોલર આકાશ દીપ ઈજાગ્રસ્ત થતા તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને કનકશન સબસ્ટિટ્યૂટ તરીકે પ્લેઈંગ-11 માં સામેલ કરવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 29 Nov 2026 02:05 PM (IST)Updated: Sun, 29 Nov 2026 02:05 PM (IST)
ind-vs-nz-2nd-test-akash-deep-ruled-out-concussion-substitute-prasidh-krishna-christchurch
આકાશ દીપ

IND vs NZ 2nd Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીના બીજા અને અંતિમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ફાસ્ટ બોલર આકાશ દીપ ઈજાગ્રસ્ત થતા તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને કનકશન સબસ્ટિટ્યૂટ તરીકે પ્લેઈંગ-11 માં સામેલ કરવામાં આવ્યો છે.

ત્રીજા દિવસના બીજા સેશનમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 246 રન પર સમેટાઈ ગયો હતો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓ ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યા ત્યારે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપનાર આકાશ દીપ ગેરહાજર હતા. સત્તાવાર રીતે જાહેર કરાયું કે કનકશનને કારણે આકાશ દીપ આ મેચમાં આગળ ભાગ નહીં લઈ શકે અને તેમના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી છે.

એક જ ઓવરમાં બે બાઉન્સર હેલ્મેટ પર વાગ્યા

ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં બેટિંગ દરમિયાન આકાશ દીપે 52 બોલમાં 29 રન બનાવ્યા હતા અને ધ્રુવ જુરેલ સાથે 8મી વિકેટ માટે મહત્વની 46 રનની ભાગીદારી કરીને ફોલોઓનનો ખતરો ટાળ્યો હતો. જોકે, આ દરમિયાન કાઈલ જેમીસનની એક જ ઓવરમાં બે બાઉન્સર સીધા આકાશ દીપના હેલ્મેટ પર વાગ્યા હતા. ફિઝિયોએ મેદાન પર આવીને પ્રાથમિક તપાસ કર્યા બાદ તેમણે બેટિંગ ચાલુ રાખી હતી, પરંતુ બાદમાં કનકશનની અસર જણાતા તેઓ બહાર થયા. BCCI એ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે મેડિકલ ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

પ્રથમ દાવમાં પાંચ વિકેટ બાદ ટીમને ફટકો

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટના પ્રથમ દાવમાં આકાશ દીપે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા 99 રનમાં 5 વિકેટ ઝડપી હતી અને પોતાના ટેસ્ટ કરિયરનો બીજો ફાઈફર નોંધાવ્યો હતો. તેમની બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો મુશ્કેલીમાં મુકાયા હતા. આવા સમયે મેચ વચ્ચે તેમનું બહાર થવું ભારતીય બોલિંગ આક્રમણ માટે મોટી ખોટ માનવામાં આવી રહી છે, જ્યારે પ્રથમ ટેસ્ટમાં રમી ચૂકેલા પ્રસિદ્ધ કૃષ્ણા પર હવે સૌની નજર રહેશે.