IND vs ENG 3rd ODI: લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે નિર્ણાયક જંગ, ઈજાગ્રસ્ત વૉશિંગ્ટન સુંદરની જગ્યાએ હર્ષ દુબેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે, જેમાં વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ હર્ષ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે લોર્ડ્સમાં રમાનારી આખરી મેચમાં રમશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Jul 2026 07:20 PM (IST)Updated: Sat, 18 Jul 2026 07:20 PM (IST)
ind-vs-eng-harsh-dubey-replaces-injured-washington-sundar-for-lords-odi

IND vs ENG 3rd ODI: ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, ત્યારે 19 જુલાઈના રોજ લોર્ડ્સના મેદાનમાં બન્ને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ રમાવાની છે. જો કે આખરી વનડે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે. હવે તેની જગ્યાએ હર્ષ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્ડિકના સોફિયા ગાર્ડનમાં રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન વૉશિંગ્ટન સુંદરને હેમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી હતી. જેના કારણે હવે તે સિરીઝની બહાર થઈ ગયું છે. વૉશિંગ્ટન સુંદર પોતાની સારવાર માટે કોઈ એક્સપર્ટની સલાહ લેશે.

CJP Protest: ભૂખ હડતાળ પર ઉતરેલા અભિજીત દીપકે પર મહિલાએ શાહી ફેંકી, જંતર-મંતર પર ભારે હોબાળો; જુઓ VIDEO

 

3 મેચની વનડે સિરીઝ હાલ 1-1ની સરભર છે. જેના કારણે આખરી મેચમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. બીજી વનડેમાં વૉશિંગ્ટન સુંદર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ ઈજાના કારણે તેણે બૉલિંગ નહતી કરી.

અફઘાનિસ્તાન વિરુદ્ધ હર્ષ દૂબેનું ડેબ્યૂ થઈ ચૂક્યુ

ડાબોડી સ્પીનર હર્ષ દુબે અફઘાનિસ્તાન સામે વનડે મેચમાં ડેબ્યુ કર્યું હતુ. હર્ષ દુબેએ 2 વનડે મેચમાં 4 વિકેટ ઝડપી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં હર્ષ દુબે વિદર્ભ તરફથી રમે છે. પોતાની કરિયરમાં હર્ષ દુબેએ 35.97ની સરેરાશથી 35 વિકેટ ઝડપી છે. હર્ષ દુબેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોઈએ તો, 20 રન આપીને 4 વિકેટ ઝડપવાનું રહ્યું છે. 23 વર્ષીય હર્ષ દુબેએ 27 ફર્સ્ટ ક્લાસ મેચમાં 133 વિકેટ અને 38 T20 મેચમાં 34 વિકેટ ઝડપી છે. 

ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટ કીપર) ઈશાન કિશન (વિકેટ કીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપસિંહ, ગુરુનર બરાર, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો છે. યજમાન ટીમે 5 મેચની T20 સિરીઝ 4-0થી જીતી લીધી હતી. T20 સિરીઝ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં રમાઈ હતી. જે બાદ શુભમન ગિલની કેપ્ટનશિપમાં સિરીઝની પ્રથમ વનડે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીતી હતી. જો કે બીજી વનડેમાં ઈંગ્લેન્ડે 4 વિકેટે મેચ જીતી હતી.