IND vs ENG 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજથી બર્મિંગહામમાં રમાશે. પહેલી ટેસ્ટ મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને સીરિઝ 1-1 થી બરાબર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે. મેચ પહેલા ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર સાઈ સુદર્શનને મોટી ટેસ્ટમાંથી બહાર કરાયો છે.
પ્લેંઈગ 11 માં કયા ફેરફાર થશે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સાઈ સુદર્શનને બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. જ્યારે વોશિંગ્ટન સુંદરને તેની જગ્યાએ તક મળી શકે છે. કરુણ નાયર નંબર-3 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે, જેણે છેલ્લી મેચમાં નંબર-6 પર બેટિંગ કરી હતી. શાર્દુલ ઠાકુરની જગ્યાએ નીતિશ રેડ્ડીને સામેલ કરી શકે છે. જસપ્રીત બુમરાહ વર્કલોડને કારણે બીજી મેચમાંથી બહાર થઈ શકે છે અને તેના સ્થાને આકાશ દીપને સામેલ કરવામાં આવશે.
સાઈ સુદર્શનને બીજી ટેસ્ટમાંથી બહાર કરાશે!
IPL 2025 માં ધમાલ મચાવનાર સાઈ સુદર્શનને પહેલી વાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સાઈ સુદર્શને ઈંગ્લેન્ડ સાથે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે તેનું ટેસ્ટ ડેબ્યૂ ખાસ નહોતું. પહેલી ઇનિંગમાં ખાતું ખોલ્યા વિના સાઈ આઉટ થઈ ગયો હતો, જ્યારે તેણે બીજી ઇનિંગમાં 30 રન બનાવ્યા હતા. અહેવાલો અનુસાર સાઈને તેના ખરાબ પ્રદર્શનને કારણે નહીં, પરંતુ ટીમ બેલેન્સને કારણે તેને બહાર રાખવામાં આવી શકે છે.
