Ind Vs Eng T20: અત્યારે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે 5 T20 મેચની સિરીઝ રમાઈ રહી છે. જો કે સિરીઝની બીજી T20 મેચ પહેલા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. BCCI દ્વારા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન વિશે અપડેટ આપી છે. જેમાં ઈજાગ્રસ્ત રિંકુસિંહ અને નિતીશ રેડ્ડીની જગ્યાએ શિવમ દૂબે અને રમનદીપ સિંહને તક આપવામાં આવી છે.
હકીકતમાં ઈજા થવાથી રિંકુ સિંહ બીજી અને ત્રીજી T20 મેચ તેમજ નિતીશ રેડ્ડી સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. હાલ સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ ચાલી રહી છે.
BCCIના જણાવ્યા મુજબ, બીજી T20 મેચ માટે પ્રેક્ટીશ કરતી વખતે નીતિન રેડ્ડીને ઈજા પહોંચી હતી. ચેન્નાઈમાં પ્રેક્ટીસ સેશન દરમિયાન નીતિશ રેડ્ડીને સાઈડ સ્ટ્રેનની ઈજા થઈ હતી. આથી હાલ નીતિશ બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સીલેન્સમાં રહેશે. જ્યારે રિંકુ સિંહને પ્રથમ T20 મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે પીઠમાં ઈજા પહોંચી હતી. જો કે રિંકુ સિંહની હાલતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. હાલ BCCIની મેડિકલ ટીમ તેના હેલ્થ પર નજર રાખી રહી છે.
નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શિવમ દુબે અને રમનદીપ સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જે પૈકી શિવમના રેકોર્ડ પર નજર નાંખીએ તો, તેણે ભારત માટે અત્યાર સુધી 33 T20 મેચ રમી છે. જેમાં 24 ઈનિંગ્સમાં 29.86ની એવરેજ અને 134.93ના સ્ટ્રાઈક રેટથી 448 રન બનાવ્યા છે. પોતાની ઈનિંગ્સમાં શિવમ દુબેએ 3 અડધી સદી ફટકારી છે, જે પૈકી 63 રન નોટ આઉટ તેમનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે.
જ્યારે રમનદીપના રેકોર્ડ પર નજર નાંખીએ તો, તેણે અત્યાર સુધીમાં બે જ મેચ રમી છે. જેમાં 250ની સ્ટાઈક રેટથી 15 રન બનાવ્યા છે. આ બન્ને ખેલાડીઓ અગાઉ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી T20 સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા.
નવી ટીમ ઈન્ડિયા આ પ્રમાણે રહેશે. સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટ કિપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટ કિપર), શિવમ દુબે, રમણદીપ સિંહ અને રિંકુ સિંહ (બીજી અને ત્રીજી મેચમાં બહાર).
