IND vs AUS Live Score, 5th T20: પાંચમી ટી20 મેચ વરસાદને કારણે રદ, ભારતે 2-1થી જીતી સિરીઝ

IND vs AUS Live Score, 5th T20: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 08 Nov 2025 11:59 AM (IST)Updated: Sat 08 Nov 2025 04:22 PM (IST)
ind-vs-aus-5th-t20-live-cricket-score-india-vs-australia-today-match-live-cricket-score-full-scorecard-updates-and-highlights-634341

IND vs AUS 5th T20 Live Cricket Score, India vs Australia Match Live Score Updates (ભારત વિ. ઓસ્ટ્રેલિયા લાઇવ સ્કોર): ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. આજે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારત બ્રિસ્બેનમાં યોજાનારી પાંચમી અને અંતિમ મેચમાં મેદાનમાં ઉતરશે. ભારત આ મુકાબલો જીતીને શ્રેણી 3-1થી પોતાના નામે કરવાનો પ્રયત્ન કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયા શ્રેણી ડ્રો કરવા માટે પૂરજોશમાં મેદાનમાં ઉતરશે.

આ આર્ટિકલમાં જાણો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

IND vs AUS Live Score, 5th T20: પાંચમી ટી20 મેચ વરસાદને કારણે રદ, ભારતે 2-1થી જીતી સિરીઝ

IND vs AUS Live Score, 5th T20: ખરાબ હવામાનને કારણે મેચ રોકાઈ, ભારતનો સ્કોર 4.5 ઓવરમાં 50 રનને પાર

IND vs AUS Live Score, 5th T20: 1000 T20I રનની સૌથી ઓછી ઇનિંગ્સ (ભારત)

  • 27 ઇનિંગ્સ - વિરાટ કોહલી
  • 28 ઇનિંગ્સ - અભિષેક શર્મા
  • 29 ઇનિંગ્સ - કેએલ રાહુલ
  • 31 ઇનિંગ્સ - સૂર્યકુમાર યાદવ
  • 40 ઇનિંગ્સ - રોહિત શર્મા

IND vs AUS Live Score, 5th T20: બોલનો સામનો કરીને સૌથી ઝડપી 1000 T20I રન (એફએમ ટીમો)

  • 528 બોલ - અભિષેક શર્મા
  • 573 બોલ - સૂર્યકુમાર યાદવ
  • 599 બોલ - ફિલ સોલ્ટ
  • 604 બોલ - ગ્લેન મેક્સવેલ
  • 609 બોલ - આન્દ્રે રસેલ/ ફિન એલન

IND vs AUS Live Score, 5th T20: ભારતનો સ્કોર 4 ઓવર બાદ વિના વિકેટે 47 રન, અભિષેક શર્મા અને શુભમન ગિલ ક્રીઝ પર

IND vs AUS Live Score, 5th T20: ભારતનો સ્કોર 3 ઓવર બાદ વિના વિકેટે 35 રન, અભિષેક શર્મા અને શુભમન ગિલ ક્રીઝ પર

IND vs AUS Live Score, 5th T20: ભારતનો સ્કોર 2 ઓવર બાદ વિના વિકેટે 19 રન, અભિષેક શર્મા અને શુભમન ગિલ ક્રીઝ પર

IND vs AUS Live Score, 5th T20: ભારતનો સ્કોર 1 ઓવર બાદ વિના વિકેટે 11 રન, અભિષેક શર્મા અને શુભમન ગિલ ક્રીઝ પર

IND vs AUS Live Score, 5th T20: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, ભારતે તિલક વર્માને સ્થાને રિંકુ સિંહને તક આપી

IND vs AUS Live Score, 5th T20: પાંચમી T20 માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (c), રિંકુ સિંહ, જીતેશ શર્મા (w), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (c), મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ (w), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા.

IND vs AUS Live Score, 5th T20: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી

IND vs AUS Live Score, 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચ 8 નવેમ્બર, શનિવારના રોજ રમાશે.

IND vs AUS Live Score, 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચ બ્રિસ્બેનના ધ ગાબા ખાતે રમાશે.

IND vs AUS Live Score, 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચ IST બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1:15 વાગ્યે થશે.

IND vs AUS Live Score, 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20I મેચનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોવા મળશે.

IND vs AUS Live Score, 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20I મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં પ્લેટફોર્મ પર થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20I મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અથવા વેબસાઇટ પર જોઈ શકાશે.

IND vs AUS Live Score, 5th T20: પાંચમી T20 માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (c), તિલક વર્મા, જીતેશ શર્મા (w), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (c), મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ (w), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા.

IND vs AUS Live Score, 5th T20: હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 36 T20I મેચો રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 22 મેચોમાં વિજય મેળવ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 12 મેચ જીતી છે. 2 મેચો અનિર્ણિત રહી હતી.

IND vs AUS Live Score, 5th T20: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા પાંચમી T20I પિચ રિપોર્ટ (Gabba Pitch Report)

બ્રિસ્બેનનું ધ ગાબા સ્ટેડિયમ બેટ્સમેન અને બોલર બંને માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીંની પિચ પર યોગ્ય ઉછાળો જોવા મળે છે, જે બોલરોને મદદરૂપ થાય છે. તેમ છતાં, બેટ્સમેન પણ આ ઉછાળાનો પૂરતો લાભ લેતા જોવા મળે છે. શરૂઆતમાં આ પિચ બોલરોને મદદરૂપ રહેશે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ બેટ્સમેનોનું પ્રભુત્વ વધતું જશે.

IND vs AUS Live Score, 5th T20: આજે બ્રિસ્બેનમાં હવામાન કેવું રહેશે? (Brisbane Weather Today)

AccuWeather અનુસાર, 8 નવેમ્બર, 2025ના રોજ બ્રિસ્બેનમાં યોજાનારી મેચ દરમિયાન વરસાદ વિક્ષેપ પાડી શકે છે. શહેરમાં 79% વરસાદ પડવાની અને 99% વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બપોરના સમયમાં બ્રિસ્બેનના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જોકે રાત્રે તેની શક્યતા ઘટીને માત્ર 23% સુધી રહેવાની આગાહી છે.

IND vs AUS Live Score, 5th T20: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો

ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

ઓસ્ટ્રેલિયન ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, મિચેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ (વિકેટકીપર), મેથ્યુ કુહનેમેન, એડમ ઝામ્પા, નાથન એલિસ, જોશ હેઝલવુડ (મેચ 1-2), સીન એબોટ (મેચ 1-3), ગ્લેન મેક્સવેલ (મેચ 3-5), ઝેવિયર બાર્ટલેટ, માહલી બીર્ડમેન (મેચ 3-5), બેન દ્વારશુઇસ (મેચ 4-5).