IND vs AFG ODI: રોહિત શર્મા બહાર થશે, તો કોણ લેશે સ્થાન? આ 3 યુવા ખેલાડી છે દાવેદાર

રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજા સામે આવતા ભારતીય ક્રિકેટ ટીમમાં હલચલ જોવા મળી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 04 Jun 2026 04:48 PM (IST)Updated: Thu, 04 Jun 2026 04:48 PM (IST)
ind-vs-afg-odi-series-rohit-sharma-injury-and-possible-replacement

Rohit Sharma Replacement, IND vs AFG ODI Series 2026: અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ એટલે કે જાંઘના સ્નાયુઓની ઈજાના કારણે બહાર થઈ ગયા છે. હવે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ હેમસ્ટ્રિંગની ઈજા સામે આવતા ભારતીય ટીમની ચિંતા વધી છે. જોકે, રોહિત શર્મા ટીમમાંથી બહાર થશે, તો તેની જગ્યાએ કોણ ટીમમાં સામેલ થઈ તે જાણવા વાંચો આ અહેવાલ...

'હિટમેન' રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજા

BCCI દ્વારા રોહિત શર્માને ફિટનેસ ટેસ્ટ માટે બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં બોલાવવામાં આવ્યો, પરંતુ તે ત્યાં પહોંચ્યો નથી. આ જ કારણથી એવું માનવામાં આવી રહ્યું છે કે તે અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ રમી શકશે નહીં. અગાઉ વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઇજાને કારણે આ ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે રોહિત શર્મા પણ ફિટનેસના કારણે આ સિરીઝ ગુમાવી શકે છે.

રોહિત શર્માની જગ્યાએ કોણ રમી શકે?

આ સ્થિતમાં જો રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાંથી બહાર થાય છે, તો આ 3 યુવા ખેલાડીઓને તેની જગ્યા લેવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

1. વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)

      જો રોહિત શર્મા બહાર થાય છે તો રિપ્લેસમેન્ટની રેસમાં સૌથી પહેલું નામ વૈભવ સૂર્યવંશીનું આવે છે. માત્ર 15 વર્ષની ઉંમર ધરાવતો વૈભવ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. તાજેતરમાં જ તેણે IPL 2026 માં સૌથી વધુ 776 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે.

      2. અભિષેક શર્મા (Abhishek Sharma)

        રોહિત શર્માની ગેરહાજરીમાં યુવા ઓપનર અભિષેક શર્માને પણ તેના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવી શકે છે. અભિષેક જ્યારે પણ ક્રીઝ પર ઉતરે છે ત્યારે ઓપનિંગમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી કોઈપણ બોલિંગ લાઇનઅપને વેરવિખેર કરવાની ક્ષમતા ધરાવે છે. IPL 2026 માં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી 15 મેચ રમીને કુલ 563 રન બનાવ્યા હતા.

        3. યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)

        આ યાદીમાં ત્રીજા નંબરે ભારતીય ટીમના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું નામ છે. જયસ્વાલ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડે સિરીઝની સ્ક્વોડનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તેણે પોતાની છેલ્લી વનડે મેચ 6 ડિસેમ્બર 2025 ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જેમાં તેણે શાનદાર 116 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત, IPL 2026 માં યશસ્વીએ રાજસ્થાન રોયલ્સ તરફથી 16 મેચમાં 427 રન બનાવ્યા હતા.