IND vs AFG 1st ODI Live Cricket Score, India vs Afghanistan Match Live Score Updates (ભારત વિ. અફઘાનિસ્તાન લાઇવ સ્કોર): ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે ધર્મશાલામાં હિમાચલ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સીરિઝમાં શાનદાર શરૂઆત કરી છે.
ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે મેચ શરૂ થવાની હતી. જો કે વરસાદના કારણે મેચમાં વિલંબ થયો હતો. આખરે 25-25 ઑવરની મેચ રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતીય સુકાની શુભમન ગિલે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
આ પણ વાંચો
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે રહમાનુલ્લા ગુરબાઝ (102)ની સદીની મદદથી 24.5 ઑવરમાં 194 રન જ બનાવી શકી હતી. જ્યારે તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલ હર્ષ દુબે અને ગુરનુર બરારે 3-3 વિકેટ ઝડપી હતી.
195 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતેરલી ભારતીય ટીમે શુભમન ગિલની (84 અણનમ) કપ્તાની ઈનિંગ્સની મદદથી 13 બોલ બાકી રહેતા જ હાંસલ કરી દીધો હતો.
આ લેખમાં જાણો ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ. આ સાથે જ લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.
IND vs AFG Live Score, 1st ODI: ધર્મશાલામાં વરસાદને કારણે ભારત-અફઘાનિસ્તાન મેચમાં વિલંબ
ધર્મશાલામાં શનિવાર સવારથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચના આયોજન પર અસર પડી છે. વરસાદને કારણે નિર્ધારિત સમયે ટોસ થઈ શક્યો નથી અને મેચની શરૂઆતમાં પણ વિલંબ થયો છે.
ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે ધર્મશાલામાં રમાવાની છે, પરંતુ સતત વરસાદને કારણે મેદાન સ્ટાફ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. વરસાદ લાંબો સમય ચાલુ રહે તો મેચના ઓવરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
નિયમો અનુસાર, જો વરસાદ સમયસર બંધ થઈ જાય અને મેદાન રમવા યોગ્ય બની જાય, તો ઓવરો ઘટાડીને મેચ યોજી શકાય છે. જો સાંજે 6:32 વાગ્યા સુધી રમતમાં વિલંબ રહે, તો પણ ઓછામાં ઓછી 20-20 ઓવરની મેચ રમાવી શકાય તેવી સંભાવના છે.
IND vs AFG Live Score, 1st ODI: ધર્મશાલામાં વરસાદને કારણે ટોસમાં વિલંબ, જાણો આજે દિવસભર કેવું રહેશે હવામાન
IND vs AFG Live Score, 1st ODI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વનડે મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વનડે મેચ 13 જૂનના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાળામાં રમાશે
IND vs AFG Live Score, 1st ODI: ટોસ કેટલા વાગ્યે થશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે મેચ શરૂ થશે. ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.
IND vs AFG Live Score, 1st ODI: ભારતમાં ભારત vs અફઘાનિસ્તાન ODI પ્રથમ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
ભારત vs અફઘાનિસ્તાન ODI પ્રથમ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ભારતના ફેન્સ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ થશે.
IND vs AFG Live Score, 1st ODI: ભારતમાં ભારત vs અફઘાનિસ્તાન ODI પ્રથમ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
ભારત vs અફઘાનિસ્તાન ODI પ્રથમ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતના ફેન્સ માટે JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
IND vs AFG Live Score, 1st ODI: પ્રથમ ODI માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: શુભમન ગિલ (c), રોહિત શર્મા, ઇશાન કિશન/યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર/પ્રિન્સ યાદવ.
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (c), ઇકરામ અલીખિલ (wk), અઝમતુલ્લા ઓમરઝાઇ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એએમ ગઝનફર, બિલાલ સામી/મોહમ્મદ સલીમ.
IND vs AFG Live Score, 1st ODI: હેડ-ટુ-હેડ રેકોર્ડ
ભારત અને અફઘાનિસ્તાન અત્યાર સુધી વનડે ક્રિકેટમાં ચાર વખત આમને-સામને આવી ચૂક્યા છે. આ ચાર મુકાબલામાંથી ભારતે ત્રણ મેચમાં જીત મેળવી છે, જ્યારે એક મેચ ટાઇ રહી હતી. ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાન આજે સુધી વનડે ક્રિકેટમાં ભારત સામે એક પણ જીત નોંધાવી શક્યું નથી. આવી સ્થિતિમાં, અફઘાન ટીમ પાસે આ શ્રેણીમાં પ્રથમ વખત ભારતને હરાવીને ઇતિહાસ રચવાની સુવર્ણ તક રહેશે.
IND vs AFG Live Score, 1st ODI: ધર્મશાલા પિચ રિપોર્ટ
ધર્મશાલાનું મેદાન સામાન્ય રીતે ફાસ્ટ બોલરો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં શરૂઆતના ઓવરોમાં પેસરોને સારી સ્વિંગ અને બાઉન્સ મળતો હોવાથી તેઓ બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જોકે, એકવાર બેટ્સમેન પિચ પર સેટ થઈ જાય પછી તેઓ સરળતાથી મોટા શોટ્સ રમી શકે છે, જેના કારણે આ મેદાન પર અનેક હાઈ-સ્કોરિંગ મેચો પણ જોવા મળી છે.
આ મેદાન પર છેલ્લી વનડે મેચ 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રનવર્ષા જોવા મળી હતી. તે મેચમાં બંને ટીમોએ મળીને કુલ 771 રન બનાવ્યા હતા. ધર્મશાલામાં સૌથી સફળ રન ચેઝ 274 રનનો છે, જે ભારતે 2023ના વર્લ્ડ કપ દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો.
IND vs AFG Live Score, 1st ODI: ધર્મશાલામાં આજનું હવામાન કેવું રહેશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ વનડે મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને ટીમોના કેપ્ટન ટોસ માટે બપોરે 1:00 વાગ્યે મેદાનમાં ઉતરશે. જોકે, ધર્મશાલાના હવામાનને લઈને ચાહકોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે.
AccuWeatherની આગાહી અનુસાર, બપોરે 1:00 વાગ્યે વરસાદની શક્યતા 49 ટકા છે. બપોરે 2:00 થી 3:00 વાગ્યાની વચ્ચે વરસાદની સંભાવના સૌથી વધુ રહેવાની શક્યતા છે, જે અનુક્રમે 70 ટકા અને 67 ટકા દર્શાવવામાં આવી છે. જોકે, ત્યારબાદ હવામાનમાં ધીમે-ધીમે સુધારો થવાની આશા છે.
સાંજે 4:00 વાગ્યા પછી વરસાદની શક્યતા ઘટીને 40 ટકા થઈ જાય છે અને ત્યારબાદ સતત ઘટાડો નોંધાય છે. સાંજે 7:00 વાગ્યા પછી વરસાદની સંભાવના સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં શરૂઆતના કેટલાક ઓવરો દરમિયાન વિક્ષેપની શક્યતા હોવા છતાં, ચાહકોને સંપૂર્ણ મેચ જોવા મળી શકે તેવી આશા છે.
IND vs AFG Live Score, 1st ODI: ભારત અને અફઘાનિસ્તાનની ટીમો
ભારતીય ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ (c), યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ.
ઓસ્ટ્રેલિયન ટીમ: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, હશમતુલ્લાહ શાહિદી(c), રહમત શાહ, ઈકરામ અલીખિલ(wk), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રશીદ ખાન, નાંગેયાલિયા ખરોતી, એએમ ગઝનફર, બિલાલ સામી, દરવેશ રસૂલી, ફરીદ અહમદ મલિક, ઝિયા ઉર રહેમાન શરીફી.
