Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફીના સેમિફાઈનલિસ્ટ નક્કી, 2023 વિશ્વ કપ સાથે છે ગાઢ નાતો, શું આ વખતે ઈતિહાસ રચશે રોહિત?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમે ભાગ લીધો હતો. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 01 Mar 2025 11:13 PM (IST)Updated: Sat, 01 Mar 2025 11:13 PM (IST)
icc-champions-trophy-semifinalist-all-4-teams

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. હવે કાફલો તેના છેલ્લા મુકામ પર પહોંચી ગયો છે. ટુર્નામેન્ટના સેમિફાઇનલ માટે ચાર ટીમ નક્કી થઈ ગઈ છે. પહેલી સેમિફાઇનલ 4 માર્ચના રોજ દુબઈમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ 5મી માર્ચના લાહોરમાં રમાશે. આ પછી ફાઇનલ મેચ 9 માર્ચે યોજાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમે ભાગ લીધો હતો. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ગ્રુપ B માંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જોકે, સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે તે હજુ નક્કી નથી.

પાકિસ્તાન સહિત ચાર ટીમો બહાર થઈ ગઈ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાન પાકિસ્તાન માટે આ ટુર્નામેન્ટ એક દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. પાકિસ્તાનને પોતાના જ ઘરમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. તે સેમિફાઇનલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન ઉપરાંત ઇંગ્લેન્ડ,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમો પણ સેમિફાઇનલમાં પહોંચી શકી ન હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વખત સેમિફાઇનલમાં પહોંચેલી ટીમો:-

6 – ભારત
6– દક્ષિણ આફ્રિકા
5 – ઓસ્ટ્રેલિયા
4– ઈંગ્લેન્ડ
4 - પાકિસ્તાન
4 - ન્યુઝીલેન્ડ
3 - વેસ્ટ ઈન્ડિઝ
3 – શ્રીલંકા
1 - બાંગ્લાદેશ

ભારતનો ન્યુઝીલેન્ડ સાથે એક મેચ બાકી છે.

રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ન્યુઝીલેન્ડે પણ આ ગ્રુપમાં તેની બંને મેચ જીતી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રુપ સ્ટેજમાં એક મેચ બાકી છે, જે બંને ટીમો વચ્ચે 2 માર્ચે દુબઈમાં રમાશે.
પાકિસ્તાનમાં વરસાદને કારણે ત્રણ મેચ ધોવાઈ ગઈ
ગ્રુપ બીની બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે ગ્રુપ A ની એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાની દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તે જ સમયે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે યોજાઈ શકી ન હતી.