Hardik Pandya: KKR સામે મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય: હાર્દિક પંડ્યાએ હાર માટે 2 મોટા કારણો જવાબદાર ગણાવ્યા

Hardik Pandya Statement on MI vs KKR Match: IPL 2026 ની 65મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 4 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 21 May 2026 11:39 AM (IST)Updated: Thu, 21 May 2026 12:14 PM (IST)
hardik-pandya-statement-on-mi-vs-kkr-match
HIGHLIGHTS
  • સ્કોરબોર્ડ: મુંબઈ- 147/8, કોલકાતા- 148/6.

Hardik Pandya Statement on MI vs KKR Match: IPL 2026 ની 65મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 4 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં મુંબઈની ટીમે આપેલા લક્ષ્યાંકને કોલકાતાએ 7 બોલ બાકી રહેતા વટાવી લીધો હતો. આ પરાજય સાથે મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ વધી છે અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની ખામીઓ પર નારાજગી વ્યક્ત કરી છે.

મેચ બાદ શું બોલ્યા હાર્દિક પંડ્યા?

હાર બાદ વાત કરતા કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેટિંગ અને ફિલ્ડિંગ બંને વિભાગમાં ટીમની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, "એક બેટિંગ ગ્રુપ તરીકે અમે અંદાજે 20 રન ઓછા બનાવ્યા હતા. અમે પાવરપ્લેમાં ઘણી વિકેટો ગુમાવી દીધી હતી. જો હું અને ટિલક વર્મા થોડો વધુ સમય મેદાન પર ટક્યા હોત અને વધુ 15-20 રનની ભાગીદારી કરી હોત, તો અમારી પાસે જીતવાની સારી તક હોત."

ફિલ્ડિંગમાં જોવા મળેલી ખામીઓ પર પ્રહાર કરતા પંડ્યાએ ઉમેર્યું કે, "આખી સીઝન દરમિયાન અમે ફિલ્ડિંગમાં ઘણો નબળો દેખાવ કર્યો છે. અમે ઘણા મહત્વના કેચ છોડ્યા છે. જો તમારે મેચ જીતવી હોય, તો તમારે મળેલી તમામ તકો અને અડધી તકોને પણ ઝડપવી પડે છે. જ્યારે તમે મેચ બદલી શકે તેવા કેચ છોડો છો, ત્યારે તમે હંમેશા રમતની પાછળ રહી જાઓ છો." પિચ વિશે વાત કરતા તેણે કહ્યું કે તેને આ પ્રકારની પિચ પર રમવું ગમે છે જ્યાં બોલરો માટે પણ કંઈક મદદ હોય. અંતમાં તેણે ઉમેર્યું કે આગામી મેચમાં તેઓ 25,000 બાળકોને ખુશ કરવા અને તેમને યાદગાર ક્ષણો આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

MI vs KKR મેચ રિપોર્ટ

કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 147 રન બનાવી શકી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ 26 રન અને ટિલક વર્માએ 20 રન બનાવ્યા હતા, જ્યારે અંતિમ ઓવરોમાં કોર્બિન બોશે અણનમ 32 રન જોડીને સ્કોર 147 સુધી પહોંચાડ્યો હતો. KKR તરફથી સૌરભ દુબે, કેમેરોન ગ્રીન અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ ઝડપી હતી.

148 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKR ની શરૂઆત પણ નબળી રહી હતી, પરંતુ મનીષ પાંડેના 45 રન અને રોવમેન પોવેલના 40 રનની મદદથી ટીમે 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી કોર્બિન બોશે 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતું નહોતું. આમ, કોલકાતાએ 4 વિકેટે મેચ જીતી લીધી હતી.