Michael Vaughan: હાર્દિકને કોલકાતાનો કેપ્ટન બનાવો… ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને આવું કેમ કહ્યું?

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે. મુંબઈ 13 મેચમાંથી માત્ર 4 મેચ જીત્યું અને 9 મેચ હાર્યું છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 21 May 2026 11:16 AM (IST)Updated: Thu, 21 May 2026 11:23 AM (IST)
michael-vaughan-asks-mi-to-release-hardik-pandya-join-kkr-in-ipl-2027
HIGHLIGHTS
  • હાર્દીક પંડ્યાએ 9 મેચમાં 172 રન બનાવ્યા છે.
  • બોલિંગમાં હાર્દીકે 9 મેચમાં 4 વિકેટ લીધી છે 11.42ની ઈકોનોમીથી રન આપ્યા છે.
  • આ સિઝનમાં મુંબઈ 13માંથી 9 મેચ હાર્યું છે.

Michael Vaughan Statement on Hardik Pandya: કોલકાતા સામેની મેચ મુંબઈ 4 વિકેટે હારી ગયું હતું. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે. મુંબઈ 13 મેચમાંથી માત્ર 4 મેચ જીત્યું અને 9 મેચ હાર્યું છે. હાર્દિક પંડ્યાના પ્રદર્શન અને વ્યવહારની સોશિયલ મીડિયા પર ભારે ટિકા થઈ રહી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને પણ હવે તો કહી દીધું છે કે હાર્દિક પંડ્યાને કોલકાતાનો કેપ્ટન બનાનાઓ.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને શું કહ્યું?

ધૂરંધર ખેલાડીઓથી ભરેલી મુંબઈ ઈન્ડિયન્સનું આ સિઝનમાં પ્રદર્શન ખરાબ રહ્યું છે. જેનાથી તેના ચાહકોમાં પણ ભારે નારાજગી છે. ગઈકાલે કોલકાતા સામે પણ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પોઈન્ટ ટેબલમાં પણ ટીમ નીચે રહી છે. આ બધાની વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ક્રિકબઝને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે બે ખેલાડીઓનું આદાનપ્રદાન કરવું જોઈએ. હાર્દિક પંડ્યાએ કોલકાતાનો કેપ્ટન બનવું જોઈએ અને કેમરૂમ ગ્રીનને મુંબઈમાં. આમ પણ કોલકાતા નવા કેપ્ટનની શોધમાં છે. આથી હાર્દિક પંડ્યા તેમના માટે બેસ્ટ છે.

માઈકલ વોને એક વાત એ પણ મહત્વની કરી હતી જેની વાત અવારનવાર ઘણા લોકો કરી ચૂક્યા છે. કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો સફળ કેપ્ટન હતો. બે સિઝનમાં બન્નેવાર ટીમ ફાઈનલમાં પહોચી હતી અને એકવાર કપ જીતી હતી. તો તેણે ગુજરાત છોડવાનું કોઈ મોટું કારણ પણ ન હતું.

KKR ને મોંઘો પડ્યો કેમરૂન ગ્રીન

કોલકાતાએ કેમરૂન ગ્રીનને 25.20 કરોડમાં ખરીદ્યો હતો. નામ પ્રણાણે કામ આ સિઝનમાં તે ન કરી શક્યો. આ સિઝનમાં બેટ્સમેનીની યાદીમાં તે 26માં નબરે રહ્યો છે. 13 મેચમાં 320 રન બનાવ્યા છે. 13 મેચમાં 579 રન સાથે વૈભવ સૂર્યવંશી ટોપ પર છે. કેકેઆરનો એકપણ બેટ્સમેન ટોપ 10માં નથી.

હવે મુંબઈની છેલ્લી મેચ 24 તારીખે રાજસ્થાન સામે છે. રાજસ્થાનની નજર મેચ જીતી પ્લેઓફમાં જવાની છે.