Gujarat Titans IPL Auction 2026: ફ્રેન્ચાઈઝી પાસે 5 ખેલાડી માટે માત્ર 12.90 કરોડનું બજેટ, ક્યા ખેલાડી પર દાંવ લગાવશે ગુજરાત ટાઈટન્સ

ગુજરાત ટાઇટન્સ પાસે અન્ય કોઈપણ ફ્રેન્ચાઇઝીની માફક, રૂ 125 કરોડનું પર્સ હતુ. જેમાંથી ફ્રેન્ચાઇઝીએ 20 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Dec 2025 04:37 PM (IST)Updated: Tue, 16 Dec 2025 04:37 PM (IST)
gujarat-titans-ipl-2026-auction-latest-news-updates-full-squad-captain-players-remaining-purse
HIGHLIGHTS
  • ગુજરાત ટાઇટન્સને સારા મિડલ-ઓર્ડર બેટ્સમેન અને ફિનિશર્સની જરૂર છે

Gujarat Titans IPL 2026 Auction: ગુજરાત ટાઇટન્સ IPL હરાજી 2026 લાઇવ: IPL 2026 માટે ખેલાડીઓની મીની હરાજી અબુ ધાબીમાં ચાલી રહી છે. ગુજરાત ટાઇટન્સ પાસે પાંચ ખેલાડીઓ ખરીદવા માટે રૂ. 12.90 કરોડનું બજેટ જ બચ્યું છે. આટલા બજેટમાં ફ્રેન્ચાઈઝીને પાંચ ખેલાડીઓ ખરીદવાના છે. જે પૈકી ટીમને 4 તો વિદેશી ખેલાડીઓની જરૂર છે.

નોંધનીય છે કે, ગુજરાત ટાઇટન્સ પાસે અન્ય કોઈપણ ફ્રેન્ચાઇઝીની માફક, રૂ 125 કરોડનું પર્સ હતુ. જેમાંથી ફ્રેન્ચાઇઝીએ 20 ખેલાડીઓને રિટેન કર્યા હતા. આમ ફ્રેન્ચાઈઝીએ રૂ. 112.10 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા હતા. હવે ફ્રેન્ચાઈઝી પાસે હવે રૂ. 12.90 કરોડ રૂપિયા જ બચ્યા છે, જેમાં તે પાંચ ખેલાડીઓ ખરીદશે.

ગુજરાત ટાઇટન્સ કોને ખરીદશે?
ગુજરાત ટાઇટન્સને સારા મિડલ-ઓર્ડર બેટ્સમેન અને ફિનિશર્સની જરૂર છે. શેરફેન રધરફોર્ડને મુંબઈ ઇન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો, જ્યારે રાહુલ તેવતિયા ઈજામાંથી બહાર આવી રહ્યો છે. રાહુલ IPL 2025 પછી ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યો નથી. જ્યારે શાહરૂખ ખાન હાલ ફોર્મમાં નથી અને તેને તમિલનાડુની તમામ પ્રકારની ટીમોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતને કાગીસો રબાડાના બેક-અપ માટે વિદેશી ફાસ્ટ બોલર તેમજ તેના સાથીદાર પણ જરૂર છે. રાશિદ ખાનના નબળા ફોર્મને જોતાં ફ્રેન્ચાઇઝી વિદેશી સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર પર પણ વિચાર કરી શકે છે. જે અંતર્ગત ટીમ માઈકલ બ્રેસવેલમાં રોકાણ કરી શકે છે.

20 ખેલાડીઓ જેમને જાળવી રાખવામાં આવ્યા હતા
અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, ગુરનુર સિંહ બ્રાર, ઈશાંત શર્મા, જયંત યાદવ, જોસ બટલર, કાગીસો રબાડા, કુમાર કુશાગ્ર, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ અરશદ ખાન, નિશાંત સિંધુ, પ્રસીદ ક્રિષ્ના, આર સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, વૉશિંગ્ટન સુંદર, શુભમન ગિલ

છેલ્લી સિઝનમાં પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સે ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે એલિમિનેટરમાં ગુજરાતને 20 રનથી હરાવીને તેમના અભિયાનનો અંત લાવ્યો હતો. શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2025ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી હતી. GT એ 14 મેચ રમી, જેમાં નવમાં જીત અને અને પાંચમાં હારનો સામનો કર્યો હતો

ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ ટીમ

અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, ગુરનુર સિંહ બ્રાર, ઈશાંત શર્મા, જયંત યાદવ, જોસ બટલર, કાગીસો રબાડા, કુમાર કુશાગરા, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ અરશદ ખાન, નિશાંત સિંધુ, પ્રસીદ ક્રિષ્ના, આર સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રશીદ ખાન, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, શુભમન ગિલ, વૉશિંગ્ટન સુંદર