Ind Vs NZ ODI: ટીમ ઈન્ડિયાના આધારભૂત બેટ્સમેન વિરાટ કોહલી હાલ માત્ર વન-ડે ઈન્ટરનેશનલ મેચ જ રમી રહ્યો છે, ત્યારે અત્યારે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ક્રિકેટ ફેન્સ બાઉન્ડ્રી નજીક ફિલ્ડિંગ ભરી રહેલા વિરાટ કોહલીનો ઓટોગ્રાફ લેવા માટે તેની તરફ પોતાનું પ્લાસ્ટિકનું બેટ ફેકે છે. જો કે ફેન્સની આ હરકતથી વિરાટ કોહલી એકદમ ભડક્યો હતો. જે બાદ કોહલીએ ફેન્સના બેટને ગ્રાઉન્ડની બહાર ફેંકી દીધુ હતુ. તેમજ ફેન્સ તરફ ઈશારો કરીને તેની આ હરકત પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
જાગરણ સંપાદકીયઃ દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વકરતું પ્રદૂષણ, ઝેરીલી હવા સામે ઝઝૂમતા લોકો
જો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝના વિરાટ કોહલીના પ્રદર્શન પર નજર નાંખીએ તો, બીજી વન ડેમાં તે માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પોતાની નાની ઈનિંગ છતાં વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોહલીને ઑસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવા માટે માત્ર એક જ રનની જરૂર હતી. કોહલીએ બીજા બોલ પર ફૉર ફટકારીને પોન્ટિંગના ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
રિકી પોન્ટિંગે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 51 મેચમાં 45.83ની સરેરાશથી 12 અડધી સદી અને 6 સદી સાથે 1971 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ માત્ર 38 ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ સામે 1978 રન ફટકાર્યા છે.
ટીમ ઈન્ડિયાએ બીજી વન ડે મેચ DLS મેથડના કારણે 4 રનથી જીતી લીધી છે. વરસાદના કારણે 47 ઑવરની મેચ રમાઈ હતી. ભારતીય બૉલરોએ ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 134 રનમાં પેવેલિટન મોકલી દીધી હતી. જે બાદ કે.એલ. રાહુલની 26 રન અણનમ ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા માંડ-માંડ જીતી શકી હતી. આ સાથે જ ભારત આ સિરીઝમાં 2-0થી આગળ ચાલી રહ્યું છે.
