Shikhar Dhawan News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 4 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂર્વ ક્રિકેટર શિખર ધવનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સટ્ટાબાજી એપ 1xBet માં સુરેશ રૈના પછી ધવનનું નામ સામે આવ્યું છે. ED એ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સામે તપાસ વધુ તીવ્ર બનાવી છે. શિખર ધવનને પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં તેની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
ED એ સમન્સ પાઠવ્યું
છેલ્લા કેટલાક સમયથી, ED એ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સામે તપાસ વધુ તીવ્ર બનાવી છે. ED પ્રતિબંધિત સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet, Fairplay, Parimatch, Lotus365 માટે ફિલ્મ હસ્તીઓ અને ક્રિકેટરો દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. રૈના પહેલા, ED ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓની પૂછપરછ કરી ચૂક્યું છે.
Former Indian cricketer Shikhar Dhawan summoned by ED for questioning in illegal betting app linked money laundering case: Officials
— Press Trust of India (@PTI_News) September 4, 2025
આ કેસમાં પુછપરછ કરાશે
વાસ્તવમાં, EDએ હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનને પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે તપાસમાં જોડાવા માટે કહ્યું છે. તેથી, EDએ આજે ધવનને પૂછપરછ માટે બોલાવ્યા છે. તપાસ એજન્સીને શંકા છે કે ધવન કેટલીક જાહેરાતો અને પ્રમોશન દ્વારા આ એપ સાથે સંકળાયેલો રહ્યો છે. ED આ મામલે તેની પૂછપરછ કરશે. આ પૂછપરછ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સ સંબંધિત આવા ઘણા કેસની તપાસ કરી રહી છે, જેના પર ઘણા લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી અને મોટી રકમની ચોરી કરવાનો આરોપ છે.