'ચહલે મારી સાથે ચીટિંગ કરી, મેં લગ્નના બીજા જ મહિને તેને રંગેહાથ પકડ્યો હતો'- ડિવૉર્સ બાદ ધનશ્રી વર્માનો આરોપ

મને મારા માતા-પિતાએ શીખવ્યું છે કે, માત્ર એવા લોકોને જ જવાબ આપવા જોઈએ, જે આપણા પોતાના છે. જે લોકો તમને ઓળખતા જ નથી, તેમની પાછળ સમય શું કામ બરબાદ કરવો જોઈએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 30 Sep 2025 04:47 PM (IST)Updated: Tue, 30 Sep 2025 04:47 PM (IST)
dhanashree-verma-cheating-allegations-on-yuzvendra-chahal-divorce-mutual-consent
HIGHLIGHTS
  • ધનશ્રી વર્મા હાલ રિયાલિટી 'શૉ રાઈઝ એન્ડ ફૉલ'માં જોવા મળે છે
  • યુઝવેન્દ્ર ચહલ સાથે ડિવોર્સ એલિમનીની તમામ વાતો તદ્દન ખોટી: ધનશ્રી

Cricket News, Yuzvendra Chahal Divorce: ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલની (Yuzvendra Chahal) પૂર્વ પત્ની અને જાણીતી કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (Dhanashree Verma) હાલના દિવસોમાં રિયાલિટી શૉ 'રાઈઝ એન્ડ ફૉલ'માં (Rise and Fall) જોવા મળી રહી છે. જેને શાર્ક ટેન્ક ઈન્ડિયા શૉના પૂર્વ જજ અશનીર ગ્રોવર હોસ્ટ કરી રહ્યા છે.

'રાઈઝ એન્ડ ફૉલ' શૉમાં ધનશ્રી વર્માએ પોતાના અને યુઝવેન્દ્ર ચહલના તૂટી ગયેલા સબંધ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તાજેતરમાં જ ધનશ્રીએ એક મોટું નિેદન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. જેમાં ધનશ્રીએ જણાવ્યું હતું કે, યુઝવેન્દ્ર ચહલે લગ્નના બીજા મહિને જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

હકીકતમાં જ્યારે 'રાઈઝ એન્ડ ફૉલ' શૉમાં કુબ્રા સૈત દ્વારા ધનશ્રી વર્માને પૂછવામાં આવ્યું કે, તને ક્યારે લાગ્યું કે, હવે તારો અને ચહલનો સબંધ વધારે નહીં ટકે? જેના જવાબમાં ધનશ્રીએ જણાવ્યું કે, પહેલા વર્ષે જ અને મારા લગ્નના બીજા મહિને જ મેં ચહલને રંગેહાથ પકડી પાડ્યો હતો.

ધનશ્રીનો આ જવાબ સાંભળીને કુબ્રા સૈત પણ ચોંકી ઉઠી હતી. આ પહેલી વખત છે, જ્યારે ધનશ્રીએ આવી રીતે ખુલ્લેઆમ યુઝવેન્દ્ર ચહલ પર દગો આપવાનો આરોપ લગાવ્યો હોય.

એલિમનીની તમામ વાતો તદ્દન ખોટી
ધનશ્રીએ આ શૉ દરમિયાન અન્ય પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. જેમાં ધનશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે, એલિમનીને લઈને જે વાતો કહેવામાં આવી રહી છે, તે તમામ તદ્દન ખોટી અને પાયા વિહોણી છે.

આ બધુ એટલું જલ્દી થઈ ગયું, કારણ કે છૂટાછેડા અંદરોઅંદર સહમતિથી થયા હતા. આથી જે પણ લોકો એલિમનીની વાતો કરે છે, તે તદ્દન ખોટી છે. હું ચૂપ છું, જેનો એ અર્થ નથી કે તમે ગમે તેમ કહેશો.

વધુમાં ધનશ્રીએ જણાવ્યું કે, મને મારા માતા-પિતાએ શીખવ્યું છે કે, માત્ર એવા લોકોને જ જવાબ આપવા જોઈએ, જે આપણા પોતાના છે. જે લોકો તમને ઓળખતા જ નથી, તેમની પાછળ સમય શું કામ બરબાદ કરવો જોઈએ.

જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહેલ વચ્ચે પહેલી મુલાકાત કોવિડ લૉકડાઉન દરમિયાન ઓનલાઈન ડાન્સ સેશન્સ દરમિયાન થઈ હતી. જે બાદ 2020માં બન્નેના લગ્ન થયા હતા. જે બાદ તેઓ 4 વર્ષ સુધી સાથે રહ્યા હતા, પરંતુ માર્ચ 2025માં બન્ને વચ્ચે 2025માં ડિવોર્સ થઈ ગયા હતા. બન્ને જણાએ ફેબ્રુઆરી 2025માં સહમતિથી છૂટાછેડા માટે અરજી આપી હતી.