'એ હાલો..!' NRI મિત્રો માટે 'ઝમકુડી' ફેમ એક્ટરે શરૂ કર્યા 'ડિજિટલ ગરબા', VIRAL VIDEO જોઈ યુઝર્સ બોલ્યા- 'મારો ફોટો પણ લેતા જજો'

અન્ય એક યુઝર્સે રમુજી કોમેન્ટ કરતા લખ્યું કે, હું NRI નથી છતા મારે પણ ડિજિટલ ગરબા કરાવવા છે, પરંતુ મહેરબાની કરીને મારા ફોટો છાતી પર ના રાખતા નહીંતર મારા વરને નહીં ગમે...

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 28 Sep 2025 08:20 PM (IST)Updated: Sun, 28 Sep 2025 08:20 PM (IST)
gujarati-film-jhamkudi-actor-viraj-ghelani-digital-garba-for-nri-friends-video-goes-viral
HIGHLIGHTS
  • ગુજરાતી અભિનેતા વિરાજ ઘેલાણીના ડિજિટલ ગરબા છવાયા
  • પોતાના બે મિત્રોની તસવીરો હાથમાં લઈ વિરાજ ગરબે ઘુમ્યો

Digital Garba Viral Video: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક નવરાત્રિનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. હવે તો વિદેશમાં પણ ગરબાના આયોજનો થતાં જ રહે છે.આમ છતાં નવરાત્રિ આવે એટલે આપણા ગુજ્જુઓ ગુજરાતને અચૂક મિસ કરે છે. એવામાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ 'ઝમકુડી'ના અભિનેતા અને ડિજિટલ ક્રિએટર વિરાજ ઘેલાણીએ પોતાના NRI મિત્રોને દેશી ગરબામાં સામેલ કરવા માટે 'ડિજિટલ ગરબા'નો નવો કોન્સેપ્ટ શોધી નાંખ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

હકીકતમાં મુંબઈમાં રહેતા ગુજરાતી અભિનેતા વિરાજ ઘેલાણીએ આ નવરાત્રિને કંઈક અલગ કરવાનું નક્કી કર્યું છે. વિરાજે અમેરિકામાં રહેતા પોતાના બે NRI મિત્રોની તસવીરો સાથે 'ડિજિટલ ગરબા' કર્યા છે.

વિરાજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, કોઈ એવા વ્યક્તિને ટેગ કરો, જેમના માટે તમે ડિજિટલ ગરબા કરાવવા માંગતા હોવ, કારણ કે તેઓ અહીંની ખરી મજા મિસ કરી રહ્યા છે. આ વીડિયોમાં વિરાજ કહી રહ્યો છે કે, હું મારા બે મિત્રોને ડિજિટલ ગરબા રમાડવા માટે જઈ રહ્યો છું.

ગુજરાતી અભિનેતાએ આ વીડિયો ઈન્સ્ટામા મૂકતાની સાથે જ ધડાધડ વાયરલ થવા લાગ્યો છે. તહેવારો દરમિયાન પોતાના પરિવારજનોથી દૂર રહેનારા લોકો પર શું વીતતી હશે, તે જાણનારા ઘણાં લોકોને આ વીડિયો ખૂબ જ ગમ્યો છે. જો કે ઈન્સ્ટાગ્રામ વીડિયોની કોમેન્ટમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

એક યુઝર્સે કૉમેન્ટમાં લખ્યું છે કે, આ તમામ સ્કીમ માત્ર આપણા દેશમાં જ ઉપલબ્ધ છે. ભારત બિગનર્સ માટે નથી. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, કેલિફોર્નિયામાં અમે માત્ર 9 દિવસ જ નહીં, પરંતુ મહિનાઓ સુધી ગરબે ઘૂમીએ છીએ અને તે પણ ડિજિટલ નહીં હોં. એક યુઝર્સે લખ્યું છે કે, ડિજિટલ ગરબા માટે મારો ફોટો લઈ જાવ. અન્ય એક યુઝર્સે રમજી કૉમેન્ટ કરતાં લખ્યું છે કે, હું NRI નથી, પરંતુ મારે પણ ડિજિટલ ગરબા કરાવવા છે, પરંતુ મારા ફોટો છાતી પર ના રાખતા નહીંતર મારા વરને નહીં ગમે.