દીપ્તિ શર્માની 'ફિરકી'નો જાદુ, ઝુલન ગોસ્વામીના મહારેકોર્ડની બરાબરી કરી બની દુનિયાની દિગ્ગજ બોલર

ટી20 વર્લ્ડ કપ 2026માં દીપ્તિ શર્માનો કમાલ! પાકિસ્તાન સામે 5 વિકેટ ઝડપી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 355 વિકેટ પૂરી કરી ઝુલન ગોસ્વામીની બરાબરી કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 14 Jun 2026 11:47 PM (IST)Updated: Sun, 14 Jun 2026 11:47 PM (IST)
deepti-sharma-creates-history-355-international-wickets-vs-pakistan

Deepti Sharma Record: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર દીપ્તિ શર્માએ ઇતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. પાકિસ્તાન સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં દીપ્તિ શર્માએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને માત્ર મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય મહિલા બોલર તરીકે દિગ્ગજ ખેલાડી ઝુલન ગોસ્વામીની બરાબરી પણ કરી લીધી છે.

પાકિસ્તાન સામે દીપ્તિનો 'પંજો'

રવિવારે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 170 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. 171 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને દીપ્તિ શર્માએ પોતાની જાદુઈ સ્પિનના જાળમાં ફસાવી દીધી હતી. શરૂઆતમાં બે વિકેટ ઝડપ્યા બાદ, દીપ્તિ 17મી ઓવરમાં ફરી ત્રાટકી હતી અને એક જ ઓવરમાં ત્રણ મહત્વની વિકેટ ઝડપીને પોતાનો 'પંજો' (5 વિકેટ) પૂરો કર્યો હતો.

દીપ્તિએ પોતાના ક્વોટાની 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી માત્ર 2.50 રહી હતી, જે દર્શાવે છે કે પાકિસ્તાની બેટ્સમેનો દીપ્તિની સામે રન બનાવવા માટે કેટલા લાચાર હતા.

ઝુલન ગોસ્વામીના મહારેકોર્ડની બરાબરી

આ શાનદાર પ્રદર્શન સાથે દીપ્તિ શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 355 વિકેટ પૂરા થઈ ગયા છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ભારતીય દિગ્ગજ ઝડપી બોલર ઝુલન ગોસ્વામીના નામે હતો.

મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ

  • 355 - ઝુલન ગોસ્વામી (ભારત)
  • 355 - દીપ્તિ શર્મા (ભારત)*
  • 335 - કેથરિન સાયવર-બ્રન્ટ (ઇંગ્લેન્ડ)
  • 332 - એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા)
  • 327 - સોફી એકલેસ્ટોન (ઇંગ્લેન્ડ)

T20 વર્લ્ડ કપમાં IND-W માટે 5 વિકેટ ઝડપી

  • 5/10 - દીપ્તિ શર્મા વિરુદ્ધ પાકિસ્તાન, બર્મિંગહામ, 2026*
  • 5/15 - રેણુકા ઠાકુર વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ગેબેરહા, 2023
  • 5/16 - પ્રિયંકા રોય વિરુદ્ધ પાકિસ્તાન, ટાઉન્ટન, 2009

મહિલા T20Iમાં સૌથી વધુ વિકેટ

  • 166 - દીપ્તિ શર્મા
  • 165 - થિપાચા પુથાવોંગ
  • 160 - હેનરિએટ ઇશિમવે
  • 152 - મેગન શુટ
  • 148 - હી કામચોમ્ફુ

મહિલા T20Iમાં એક કરતા વધુ 5 વિકેટ ઝડપનાર

  • 3 - અનીસા મોહમ્મદ (WI)
  • 2 - શબનીમ ઇસ્માઇલ (SA)
  • 2 - આર્લીન કેલી (IRE)
  • 2 - સુને લુસ (SA)
  • 2 - નાહિદા અખ્તર (BAN)
  • 2 - દીપ્તિ શર્મા (IND)*