DC vs LSG: આશુતોષ શર્મા નહિ, પરંતુ આ ખેલાડીને કારણે દિલ્હી કેપિટલ્સને જીત મળી ! જાણો પૂર્વ ભારતીય ખેલાડીએ શું કહ્યું

દિલ્હી કેપિટલ્સની જીતમાં આશુતોષ શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ માને છે કે દિલ્હીની જીતમાં કુલદીપ યાદવે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 25 Mar 2025 04:21 PM (IST)Updated: Tue, 25 Mar 2025 04:21 PM (IST)
dc-vs-lsg-ipl-2025-delhi-capitals-won-because-of-this-player-not-ashutosh-sharma-mohammad-kaifs-statement-creates-sensation

Mohammad Kaif, DC vs LSG, IPL 2025: 24 માર્ચે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2025 ની ચોથી મેચરમાઈ હતી. જ્યાં આશુતોષ શર્માની વિસ્ફોટક બેટિંગને કારણે દિલ્હી ટીમે એક વિકેટથી જીત મેળવી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે દિલ્હી કેપિટલ્સ આશુતોષને કારણે નહીં પણ કુલદીપ યાદવને કારણે જીતી છે.

કુલદીપ યાદવના કારણે જીતી દિલ્હી કેપિટલ્સ

મોહમ્મદ કૈફે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન કહ્યું કે કુલદીપ યાદવે મેચના અંતમાં અંતર ઉભું કરી દીધું હતું. તેણે મેચમાં 15 ડોટ બોલ ફેંક્યા. તેણે બે વિકેટ પણ લીધી. તે ઘણીવાર રડારથી દૂર રહે છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માએ તેનો સારો ઉપયોગ કર્યો હતો.

આકાશ ચોપરા પણ મોહમ્મદ કૈફના નિવેદન સાથે સંમત હોય પોતાના વિચારો શેર કરતા તેમણે કહ્યું કે કલ્પના કરો કે કોઈ બોલર IPLમાં પોતાના ચાર ઓવરના સ્પેલમાં ફક્ત 20 રન આપે. તેણે એક પણ રન આપ્યો નહીં. પરિણામે લખનઉની ટીમ દિલ્હી સામે મોટા સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી.