CSK vs RR: ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર દમદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજન ગાયકવાડે 42 રનની અણનમ ઈનિંગ રમી. રચિન રવિન્દ્રએ 27 રનનું યોગદાન આપ્યું. ચેન્નાઈએ 18.2 ઓવરમાં 145 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 141 રન બનાવ્યા હતા.
ચેન્નાઈ સુપરકિંગ્સે આ જીતની સાથે પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં પોતાની 50મી જીત નોંધાવી છે. ચેન્નાઈ IPLમાં કોઈ એક સ્થાન પર 50થી વધુ મેચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ચેન્નાઈ સુપરકિંગ્સ પહેલા મુંબઈ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 50થી વધુ જીત નોંધાવી છે.
34 seconds of pure Yellove 💛#CSKvRR #TATAIPL #IPLonJioCinema #IPLinHindi pic.twitter.com/QWuPq6c3yt
— JioCinema (@JioCinema) May 12, 2024
IPLમાં એક ગ્રાઉન્ડ પર કોઈ ટીમની સૌથી વધુ જીત
- 52- KKR (કોલકાતા)
- 52- MI (મુંબઈ ડબલ્યૂએસ)
- 50- CSK (ચેન્નાઈ)
- 42- RCB (બેંગાલુરુ)
- 37- RR (જયપુર)
પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ જીવંત
આ જીતની સાથે ચેન્નાઈ સુપરકિંગ્સે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા યથાવત રાખી છે. ટીમે હવે પછીની મેચ કોઈ પણ કાળે જીતવી જ પડશે. જો તેઓ RCBને પોતાની અંતિમ મેચમાં હરાવી દેશે તો 14 પોઈન્ટની સાથે લીગ સ્ટેજને સમાપ્ત કરશે અને તેમણે LSG, DC, RCBની મેચ પર નજર રાખવી પડશે. કૂલ મળીને ચેન્નાઈને જીતની સાથે લકના સહારે રહેવું પડશે.
