Cheteshwar Pujara: ભારતીય ક્રિકેટની બીજી દિવાલ ગણાતા ચેતેશ્વર પૂજારાની કારકિર્દી પર એક નજર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટના રોજ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. પૂજારાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃત્તિની માહિતી આપી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 24 Aug 2025 12:27 PM (IST)Updated: Sun, 24 Aug 2025 12:27 PM (IST)
cheteshwar-pujara-retirement-former-indian-cricketer-cheteshwar-pujaras-international-cricket-career

Cheteshwar Pujara Cricket Career: ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમણે આ નિર્ણયની જાણ કરી હતી. પૂજારાએ ક્રિકેટને આપેલા યોગદાન, સપોર્ટ સ્ટાફ, કોચ, અને પરિવારનો આભાર માન્યો હતો.

2023માં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી

ચેતેશ્વર પૂજારા તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. તેણે જૂન 2023માં ઇંગ્લેન્ડમાં તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. તેની છેલ્લી ટેસ્ટ કે આંતરરાષ્ટ્રીય મેચ કેનિંગ્ટન ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવ્યું હતું.

ચેતેશ્વર પૂજારાની ક્રિકેટ કારકિર્દી

37 વર્ષીય ચેતેશ્વર પૂજારાએ ભારત માટે પોતાની કારકિર્દીમાં 103 ટેસ્ટ અને 5 વનડે રમી છે. ટેસ્ટમાં, તેણે 43.6 ની સરેરાશથી બેટિંગ કરતા 7195 રન બનાવ્યા છે. 19 સદી ઉપરાંત, પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 35 અડધી સદી પણ ફટકારી છે. જોકે, તેણે વનડેમાં ફક્ત 51 રન બનાવ્યા છે. પૂજારા ક્યારેય ભારત માટે T20 રમી શક્યો નથી. ચેતેશ્વર પૂજારા પણ IPL રમી ચૂક્યા છે. પરંતુ, તેમને IPLમાં સફળતા મળી ન હતી. પૂજારાએ 30 મેચમાં 390 રન બનાવ્યા હતા.