Cheteshwar Pujara Retire: ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી, 20 વર્ષની કારકિર્દીનો આવ્યો અંત

ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે 20 વર્ષ સુધી ક્રિકેટ રમી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 24 Aug 2025 11:36 AM (IST)Updated: Sun, 24 Aug 2025 11:44 AM (IST)
indian-cricketer-cheteshwar-pujara-retires-from-all-formats-of-cricket

Cheteshwar Pujara Retire from cricket: ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે 20 વર્ષ સુધી ક્રિકેટ રમી હતી. ચેતેશ્વર પૂજારાએ 2005માં ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની પહેલી મેચ રમી હતી. તે ફર્સ્ટ ક્લાસ મેચ હતી, જે સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રમાઈ હતી. તેમણે ફેબ્રુઆરી 2025માં ગુજરાત સામે ફર્સ્ટ ક્લાસ તરીકે પોતાની છેલ્લી મેચ પણ રમી હતી.

2010 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું

પુજારાએ 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો. તેમણે બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું, જે એક ટેસ્ટ મેચ હતી. 2014માં

ભારતીય ટેસ્ટ સ્પેશિયાલિસ્ટની ક્રિકેટ યાત્રાનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમણે આ નિર્ણયની જાણ કરી હતી. પૂજારાએ ક્રિકેટને આપેલા યોગદાન, સપોર્ટ સ્ટાફ, કોચ, અને પરિવારનો આભાર માન્યો હતો.

ભાવુક પોસ્ટમાં શું કહ્યું?

પૂજારાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું, "રાજકોટ જેવા નાના શહેરમાંથી એક નાનકડા બાળક તરીકે, મેં મારા માતા-પિતા સાથે સપના જોયા હતા કે હું સ્ટાર્સ સુધી પહોંચીશ અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનીશ. મને ખબર નહોતી કે આ રમત મને આટલી અમૂલ્ય તકો, અનુભવો, અને હેતુ આપશે. સૌથી ઉપર, તેણે મને મારા રાજ્ય અને મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી."

તેમણે ઉમેર્યું, "ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાઈને, અને મેદાનમાં દરેક વખતે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. આ લાગણીને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. પણ કહેવાય છે કે, દરેક સારી વસ્તુનો અંત હોય છે, અને અત્યંત કૃતજ્ઞતા સાથે, મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે."

BCCI અને પરિવારનો આભાર

પૂજારાએ પોતાની સફળતાનો શ્રેય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, અને તમામ ટીમો, ફ્રેન્ચાઇઝીસ અને કાઉન્ટીઝનો પણ આભાર માન્યો હતો. તેમણે પોતાના મેન્ટર્સ, કોચ અને આધ્યાત્મિક ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સૌથી વધુ, તેમણે પોતાની પત્ની પૂજા, પુત્રી અદિતિ, સાસરિયાઓ અને પરિવારના અગણિત બલિદાન અને સમર્થન માટે તેમનો આભાર માન્યો.

પૂજારાની કારકિર્દી ટેસ્ટ ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સ રમવા અને વિરોધી બોલરોને થકવી દેવા માટે જાણીતી હતી. તેઓ ભારત માટે ઘણા વર્ષો સુધી ટેસ્ટ ટીમનો મહત્વનો ભાગ રહ્યા.