RR vs GT: રાજસ્થાનને હરાવ્યા બાદ કેપ્ટન શુભમન ગીલે આપી ચેતવણી, કહ્યું- 'અમારો પ્લાન સફળ રહ્યો'

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 10 May 2026 10:45 AM (IST)Updated: Sun, 10 May 2026 11:13 AM (IST)
captain-shubman-gill-on-gujarat-titans-defeating-rajasthan-in-ipl-2026
HIGHLIGHTS
  • રાજસ્થાન રોયલ્સ- ગુજરાત ટાઇટન્સ મેચ
  • ગુજરાત ટાઇટન્સે નોંધાવી શાનદાર જીત
  • રાજસ્થાન રોયલ્સ 77 રનમાં ઓલ આઉટ

Shubman Gill Statement after GT beat RR: IPL 2026 માં ગુજરાત ટાઇટન્સ (GT) શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને (RR) 77 રનના મોટા અંતરથી હરાવી દીધું છે. ખરાબ બોલિંગના કારણે રાજસ્થાન રોયલ્સે આટલા રન આપ્યા હતા. બીજી તરફ બેટિંગમાં વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 36 રન અને રવિન્દ્ર જાડેજાએ 25 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બાકીનું બેટિંગ યુનિટ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યું હતું.

રનોની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી જીત

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 229 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 16.3 ઓવરમાં માત્ર 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં રનોની દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સની IPL ના ઈતિહાસની આ સૌથી મોટી જીત છે. 

પોઈન્ટ ટેબલમાં ગુજરાતે લગાવી છલાંગ

ગુજરાત ટાઇટન્સની આ સતત ચોથી જીત છે. આ શાનદાર જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) ત્રીજા સ્થાને ખસી ગયું છે. પોઈન્ટ ટેબલમાં હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટોચના સ્થાને છે.

જીત બાદ કેપ્ટન શુભમન ગીલનું નિવેદન

રાજસ્થાનને હરાવ્યા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ખુશી વ્યક્ત કરતા ગુજરાતના કેપ્ટન શુભમન ગીલે જણાવ્યું હતું કે, આ તેમના માટે ખૂબ જ ક્લીન જીત હતી. શુભમન ગીલે કહ્યું કે, "અમે 10-15 રન વધુ બનાવ્યા હતા. સ્પિનરો સામે રન બનાવવા આસાન ન હતા, પરંતુ 230 રન બનાવ્યા બાદ પાવરપ્લે પછી અમને ખાતરી હતી કે અમારી મેચ સારી જશે."

શુભમન ગીલે પોતાની આક્રમક રણનીતિ પર ભાર મૂકતા જણાવ્યું કે, પાવરપ્લે દરમિયાન પકડ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે અને સતત વિકેટ લેતા રહેવું એ જ વિરોધી ટીમને રોકવાનો એકમાત્ર રસ્તો છે. મેચ દરમિયાન ગીલને ઈજા પણ થઈ હતી. તેણે પોતાની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું કે રન લેતી વખતે તેની ઘૂંટી મચકોડાઈ ગઈ હતી જે ખૂબ પીડાદાયક હતું, પરંતુ અડધા કલાક પછી તે ઠીક થઈ ગયું હતું.

ગુજરાત ટાઇટન્સની આગામી મેચ ક્યારે?

પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગયેલી ગુજરાત ટાઇટન્સની આગામી ટક્કર હવે ટેબલ ટોપર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. IPL 2026 ની આ 56મી મેચ 12 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં ગુજરાત ટાઇટન્સ પોતાની જીતની લય જાળવી રાખવાના પૂરા પ્રયાસ કરશે.