RR vs GT: IPL 2026 સિઝનની 52મી મેચમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રૉયલ્સને ગુજરાત ટાઈટન્સે 77 રનથી પરાજય આપ્યો છે. આ સાથે પોઇન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે તે સીધી બીજા સ્થાન પર પહોંચી ગઈ છે.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન રિયાન પગારના સ્થાને યશસ્વી જયસ્વાલે ટીમને લીડ કરી હતી. ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ટાઈટન્સે આ મેચમાં પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રનનો સ્કોર કર્યો હતો.
GT તરફથી કેપ્ટન શુભમન ગિલે 84 રન, સાઈ સુદર્શને 55 રનની ઈનિંગ રમ્યા હતા. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર નોટઆઉટ 37 રન બનાવ્યા હતા. રાજ્સ્થાન તરફથી બ્રજેશ શર્માએ 2 જ્યારે યશ રાજ પુંજા અને રવીન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત સારી થઈ ન હતી. 91 રનના સ્તોક સુધીમાં અડધી ટીમ પેવેલિયન પરત જતી રહી હતી. આ મેચ તેના માટે જીતવી મુશ્કેલ બની ગઈ હતી.
પૂરી ટીમ 16.3 ઓવરમાં 152 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી બેટિંગમાં રવીન્દ્ર જાડેજા સૌથી વધારે 38 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 36 રન બનાવ્યા હતા. ગુજરાત તરફતી રાશિદ ખાને 4 વિકેટ જ્યારે જેસન હોલ્ડરે ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત રબાડા એ 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી.
