SRH vs KKR: કોલકાતાની સતત જીતની હેટ્રીક, સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી આપ્યો પરાજય

હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધારે 61 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને 41 રન ફટકાર્યાં હતા. કોલકાતાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 03 May 2026 11:33 PM (IST)Updated: Sun, 03 May 2026 11:33 PM (IST)
srh-vs-kkr-kolkatas-hat-trick-of-consecutive-wins-defeat-sunrisers-hyderabad-by-7-wickets

SRH vs KKR Score Updates:ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનની 45મી લીગ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે હૈદરાબાદ ખાતે મેચ રમાઈ હતી. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિંસે ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 165 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધારે 61 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને 41 રન ફટકાર્યાં હતા. કોલકાતાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોલકાતા માટે વરુણ ચક્રવતીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

અલબત સુનિલ નરેન અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ લીધી હતી. લક્ષ્યાંકનો સામનો કરવા મેદાનમાં ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે 18.2 ઓવરમાં 166 રનનો લક્ષ્યાંક 3 વિકેટમાં જ હાંસલ કરી લીધો હતો. કોલકાતા તરફથી અંગકૃષ રઘુવંશીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 59 રન ફટકાર્યાં હતા.

166 રનના ટાર્ગેટને કોલકાતાએ 19 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ પ્રથમ 5 મેચમાં હાર બાદ કોલકાતાએ આ સિઝનમાં જીતની હેક્ટ્રીક લગાવી છે. જીત બાદ KKRનો કેપ્ટન અજિંક્ય રહાણે ઘણો ખુશ હતો. તેણે સ્પિનર્સ બ્રાવો અને ટીમ સાઉતીને જીત માટે શ્રેય આપ્યો હતો.