Aus vs NZ: ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, 36 વર્ષીય ધાકડ ઓલરાઉન્ડ ખેલાડીની વાપસી, જાણો કોણ છે

ઓસ્ટ્રેલિયાએ પોતાની T20 ટીમની જાહેરાત કરી દીધી છે. સૌથી મોટી ખબર એ છે કે 9 મહિનાથી ટીમની બહાર રહેલો 36 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી ટીમમાં પરત ફર્યો છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 02 Sep 2025 09:50 AM (IST)Updated: Tue 02 Sep 2025 09:50 AM (IST)
australia-squad-for-new-zealand-tour-marcus-stoinis-is-back-595910

Australia Squad For New Zealand Tour: આગામી મહિને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની T20 ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં 14 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમનું નેતૃત્વ મિશેલ માર્શના હાથમાં છે. ટીમની પસંદગી સાથે જોડાયેલી સૌથી મોટી ખબર એ છે કે 9 મહિનાથી ટીમની બહાર રહેલો 36 વર્ષીય ઓલરાઉન્ડર ટીમમાં પરત ફર્યો છે.

ઓસ્ટ્રેલિયા T20 ટીમમાં ધાકડ ખેલાડીની એન્ટ્રી

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાને 3 T20 મેચોની સિરીઝ રમવાની છે, જે 1 ઓક્ટોબરથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં વાપસી કરનાર 36 વર્ષીય ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં માર્કસની એન્ટ્રી મિડલ ઓર્ડરને મજબૂતી આપવાનું કામ કરશે. સૌથી મહત્વની વાત એ છે કે તે બેટની સાથે બોલથી પણ ટીમને મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે.

Marcus Stoinis નો T20 રેકોર્ડ

T20 ક્રિકેટમાં માર્કસ સ્ટોઈનિસના આંકડાઓની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 340 મેચમાં 310 છગ્ગા સાથે 6800થી વધુ રન બનાવ્યા છે. આમાં ઓસ્ટ્રેલિયા માટે રમેલી 74 આંતરરાષ્ટ્રીય મેચોનો સમાવેશ થાય છે, જેમાં તેણે 63 છગ્ગા સાથે 1245 રન બનાવ્યા છે. બોલિંગમાં તેણે T20માં 179 વિકેટ લીધી છે, જેમાં 45 વિકેટ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં છે.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં માર્કસ સ્ટોઈનિસ ઉપરાંત મિચ ઓવન અને મેથ્યુ શોર્ટ પણ સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. તો બીજી તરફ નાથન એલિસ, એલેક્સ કેરી, આરોન હાર્ડી, કેમરન ગ્રીન જેવા ખેલાડીઓને તેમનું સ્થાન જાળવવામાં નિષ્ફળ રહ્યા છે.

Australia Squad

મિશેલ માર્શ (કેપ્ટન), શોન એબટ, ટિમ ડેવિડ, ઝેવિયર બાર્ટલેટ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેટ કુન્હમેન, ગ્લેન મેક્સવેસ. મિશેલ ઓવન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા