Arshdeep Singh Engagement: ભારતીય ક્રિકેટર અર્શદીપસિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે સગાઈ કરી, સુંદર તસવીરો શેર કરીને જાણકારી આપી

ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહે અભિનેત્રી સમરીન કૌર સાથે સગાઈ કરી લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ ખુશખબર આપી, જેના પછી ચાહકો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Nov 2026 07:36 PM (IST)Updated: Wed, 11 Nov 2026 07:36 PM (IST)
arshdeep-singh-engaged-to-samreen-kaur-see-beautiful-photos-and-details

Arshdeep Singh Engagement: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બૉલર અર્શદીપસિંહે (Arshdeep Singh) આજ રોજ પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સમરીન કૌર (Samreen Kaur)સાથે સગાઈ કરી લીધી છે. બન્નેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો શેર કરીને સગાઈની જાણકારી આપી, તે સાથે જ બન્નેને શુભેચ્છા પાઠવવા માટે હોડ જામી છે.

પોતાની સગાઈની તસવીરો શેર કરતા અર્શદીપ અને સમરીન કૌરે એક ખાસ સંદેશ લખ્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, જિંદગી અમને અનેક વસ્તુઓ આપી શકતી હતી, પરંતુ હું સૌથી ખુશ છું કે, તેણે અમને જિંદગીભર સાથે રહેવા માટે એકબીજાનો સાથ આપ્યો. જણાવી દઈએ કે, અર્શદીપે આ વર્ષે જુલાઈમાં જ સમરીન સાથે પોતાના રિલેશનની જાહેરાત કરી હતી.

દેવઉઠી અગિયારસથી ગુંજશે શરણાઈ: નવેમ્બરમાં 4 તો ફેબ્રુઆરીમાં 9 શુભ તિથિ, આગામી 5 મહિનામાં લગ્નના કુલ 27 શુભ મુહૂર્ત

અર્શદીપ અને સમરીનનો સબંધ એ સમયે ચર્ચામાં આવ્યો, જ્યારે ફેન્સ બન્ને વચ્ચેના રિલેશન વિશે વાતો કરવા લાગ્યા હતા. અર્શદીપની એક સ્નેપચેટ પર તસવીર પણ સામે આવી હતી, જેમાં તેણે કોઈ યુવતીનો હાથ પકડ્યો હતો. અર્શદીપે શેર કરેલી આ તસવીરમાં યુવતીનો ચહેરો નહતો દર્શાવવામાં આવ્યો, પરંતુ આમ છતાં ફેન્સ સમરીન કૌરને ઓળખી ગયા હતા.

જણાવી દઈએ કે, સમરીન કૌર ફિલ્મો ઉપરાંત અનેક મ્યૂઝીક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. સમરીને 83 અને સરદારજી 2 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જ્યારે અર્શદીપ 8 સિઝન સુધી પંજાબ કિંગ્સ તરફથી રમ્યા બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયો છે.

અર્શદીપે 2019માં PBKS તરફથી રમીને ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL)માં ડેબ્યૂ કર્યું હતુ અને ટૂંક સમયમાં જ લીગના મુખ્ય ફાસ્ટ બોલર તરીકે પોતાની આગવી છાપ છોડી હતી. પોતાની IPL કરિયરમાં અર્શદીપે 96 મેચમાં 111 વિકેટ ઝડપી છે. જ્યારે પંજાબ કિંગ્સના ઈતિહાસમાં તે સૌથી વધુ વિકેટ ઝડપનાર બૉલર છે. નવા બૉલથી વિકેટ ઝડપવામાં ડેથ ઑવરમાં બોલિંગ કરવામાં અર્શદીપની ક્ષમતા કાબિલેદાદ રહી છે.