Vivah Muhurat 2026-27: ધનતેરસથી શરૂ થયેલો પાંચ દિવસનો દિવાળીનો મહાપર્વ હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. આજે ભાઈબીજ બાદ દેવઉઠી અગિયારસ અને દેવ દિવાળીના પર્વની રાહ જોવાઈ રહી છે. જે પૈકી ચાર માસના ચતુર્માસ બાદ દેવઉઠી અગિયાસરથી લગ્ન, વાસ્તુ સહિતના માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે.
આ સાથે જ દેવઉઠી અગિયારસથી લગ્નના શુભ મુહૂર્તની રાહ જોઈ રહેલા પરિવારોમાં લગ્નની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ જશે. દેવઉઠી અગિયારસ બાદ એટલે કે નવેમ્બરથી આગામી માર્ચ 2027 સુધી લગ્નના કુલ 27 શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે. જે પૈકી નવેમ્બરમાં ચાર, ડિસેમ્બરમાં ચાર, જાન્યુઆરીમાં પાંચ, ફેબ્રુઆરીમાં 9 તેમજ માર્ચ મહિનામાં 5 શુભ તિથિઓ આવી રહી છે.
આ અંગે વિગતો આપતા ખજરાના સ્થિત મહાકાળી મંદિરના પંડિત ગુલશન અગ્રવાલે જણાવ્યું કે, દેવઉઠી અગિયારસને ભગવાન વિષ્ણુના યોગનિદ્રાથી જાગવાના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ સાથે જ ચતુર્માસ સમાપ્ત થશે અને લગ્ન સહિત અન્ય માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે.
આ વર્ષે નવેમ્બરમાં 21, 24, 25 અને 26 તારીખ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. જ્યારે ડિસેમ્બરમાં 1, 3, 11 અને 12 તારીખે લગ્ન લઈ શકાય છે. જે બાદ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2027 સુધી ધનુર્માસના કારણે લગ્નનું મુહૂર્ત નહીં હોય.
જાન્યુઆરીમાં ઉત્તરાયણ બાદ શુભ મુહૂર્ત Vivah Muhurat 2026-27
ધનુર્માસ સમાપ્ત થતા જ જાન્યુઆરીમાં ફરીથી લગ્નગાળો શરૂ થઈ જશે. જેમાં ઉત્તરાયણ બાદ 24, 25, 26, 30 અને 31 જાન્યુઆરીએ લગ્નના શુભ મુહૂર્ત છે. ખાસ ફેબ્રુઆરીમાં સૌથી વધુ 9 તારીખો લગ્ન માટે અત્યંત શુભ મુહૂર્તની છે. જેમાં 2, 9, 10, 15, 16, 20, 21, 27 અને 28 ફેબ્રુઆરીએ લગ્ન લઈ શકાય છે.
જ્યારે માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં જ લગ્ન માટે 5 તારીખો શુભ છે. જેમાં 1, 2, 3, 9 અને 10 માર્ચે લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે. જે બાદ કોઈ શુભ તિથિ નથી આવતી. આથી લગ્નનું આયોજન કરી રહેલા પરિવારોએ ઉપર જણાવેલી શુભ તારીખો પ્રમાણે લગ્નનો હોલ બુક કરાવવા સહિતની અન્ય તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવી જોઈએ.
ખાસ વાત એ છે કે, આ 5 મહિનાના સમયગાળામાં ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ 9 તારીખો લગ્ન માટે શુભ રહેશે. આ સિવાય જાન્યુઆરીમાં 5 અને નવેમ્બરમાં 4 શુભ મુહૂર્ત છે. ડિસેમ્બરમાં પણ 4 શુભ મુહૂર્ત છે.
ખાસ નોંધઃ લગ્નની તિથિ નક્કી કરતી વખતે પરિવારોએ સ્થાનિક પંચાગ ઉપરાંત વર-કન્યાની કુંડળીના આધારે બ્રાહ્ણણ પાસે અંતિમ મુહૂર્તની પુષ્ટિ કરાવવી જોઈએ.
