Devuthani Ekadashi 2026: 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગશે ભગવાન વિષ્ણુ, દેવઉઠી અગિયારસે તુલસીના આ ચમત્કારિક ઉપાયો ખોલશે કિસ્મતના દ્વાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Nov 2026 06:14 PM (IST)Updated: Wed, 11 Nov 2026 06:14 PM (IST)
devuthani-ekadashi-2026-lord-vishnu-wakes-up-on-nov-20-do-these-tulsi-remedies-for-wealth

Devuthani Ekadashi 2026: દિવાળી અને નવા વર્ષ બાદ આજે ભાઈબીજનો પર્વ પણ સમાપ્ત થવા આવ્યો છે. જે બાદ દેવઉઠી અગિયારસની રાહ જોવાઈ રહી છે, જેને હિન્દુ ધર્મમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, આજ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની લાંબી યોગ નિંદ્રામાંથી જાગે છે. દેવ ઉઠીઅગિયારસ સાથે જ ચતુર્માસ સમાપ્ત થઈ જાય છે અને હિન્દુ ધર્મમાં ફરીથી લગ્ન સહિતના માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે.

દરેક અગિયારસની માફક દેવઉઠી અગિયારસે પણ ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ભારતના કેટલાક ભાગોમાં આ અગિયારસને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે, દેવઉઠી અગિયારસના અવસરે તુલસી સાથે સંકળાયેલા ઉપાય કરવાથી લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

દેવઉઠી અગિયારસ ક્યારે મનાવાશે?

હિન્દુ પંચાગ પ્રમાણે, કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસની તિથિએ દેવઉઠી અગિયારસ મનાવવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી અગિયારસ 20 નવેમ્બર શુક્રવારે સવારે 7:15 કલાકે શરૂ થશે, જે શનિવારે 21 નવેમ્બરે સવારે 6:31 કલાક સુધી રહેશે. એવામાં ઉદયા તિથિના આધારે આ વર્ષે અગિયારસનો ઉપવાસ 20 નવેમ્બર, 2026ના શુક્રવારના રોજ રાખવામાં આવશે.

દેવઉઠી અગિયારસે તુલસીના ચમત્કારિક ઉપાય

ધાર્મિક માન્યતા મુજબ, દેવઉઠી અગિયારસે માતા લક્ષ્મી અને ભગવાન શાલિગ્રામના વિવાહ અને પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસી સાથે સંકળાયેલા કેટલાક ચમત્કારિક ઉપાયો કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

  • આ દિવસે તુલસી માતાને શ્રદ્ધાપૂર્વક લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. લાલ ચુંદડીને સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.
  • આ દિવસે તુલસીને શ્રદ્ધાપૂર્વક નાડાછડી બાંધવી જોઈએ અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ.
  • દેવઉઠી અગિયારસે સાંજના સમયે તુલસી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
  • આ દિવસે તુલસી માતાને ફળ, ફૂલ અને મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ.
  • આ ઉપરાંત દેવઉઠી અગિયારસે તુલસીની 7 કે 11 વખત પ્રદક્ષીણા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.