Smriti Mandhana અને Palash Muchhal ફરી લગ્ન કરવા જઈ રહ્યા છે? જાણો વાઈરલ પોસ્ટની હકીકત

લગ્ન મોકૂફ રહ્યાના આઠ દિવસ પછી એવી પોસ્ટ સામે આવી છે કે પલાશ અને સ્મૃતિ ખાનગી લગ્ન કરવાના છે, જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ થશે. જોકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ ખોટી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 02 Dec 2025 03:10 PM (IST)Updated: Tue, 02 Dec 2025 03:10 PM (IST)
are-smriti-mandhana-and-palash-muchhal-getting-married-again-truth-behind-viral-post

Smriti Mandhana-Palash Muchhal Wedding: સિંગર પલાશ મુચ્છલ અને ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નને લઈને વિવિધ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. તેમની વેડિંગ ડેટને સ્મૃતિ અને પલાશની લગ્નની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સિંગર-ફિલ્મમેકર પલાશ મુચ્છલ અને ક્રિકેટર સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ લગ્ન કરવાના હતા. જોકે સ્મૃતિના પિતાની તબિયત અચાનક ખરાબ થવાને કારણે લગ્ન ટાળવા પડ્યા હતા.

સ્મૃતિ અને પલાશ ફરી લગ્ન કરશે?
લગ્ન મોકૂફ રહ્યાના આઠ દિવસ પછી પલાશ વિશે એવી ખબર આવી રહી છે કે તેઓ આ રવિવારે લગ્ન કરવા જઈ રહ્યા છે. એવા અહેવાલ હતા કે પલાશ અને સ્મૃતિ ખાનગી લગ્ન કરવાના છે, જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ થશે. જોકે, આ વાત સાચી નથી. પલાશ અને સ્મૃતિએ લગ્ન વિશે કોઈ અપડેટ આપી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ ખોટી છે. પલાશ, સ્મૃતિ કે તેમના પરિવાર તરફથી લગ્નની તારીખ અંગે કોઈ વાત કરવામાં આવી નથી.

પલાશ અને સ્મૃતિના લગ્નની વાયરલ પોસ્ટ જોઈને ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પરંતુ, દંપતીએ લગ્ન અંગે અત્યાર સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. આ વાયરલ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દેવામાં આવી છે. મહત્વનું છે લગ્ન મોકૂફ રહ્યા પછી પલાશ અને સ્મૃતિએ તેમના ઇન્સ્ટાગ્રામ બાયોમાં ઇવિલ આઇ (નજર) વાળી ઇમોજી પણ મૂકી છે. આનાથી એવું સંકેત મળે છે કે પલાશ અને સ્મૃતિ માને છે કે તેમની ખુશીઓને કોઈની નજર લાગી ગઈ છે.

23 નવેમ્બરના રોજ ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન હતા. જોકે, લગ્નના થોડા કલાકો પહેલા જ અચાનક બધું બદલાઈ ગયું. સ્મૃતિના પિતા પછી પલાશની પણ તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ દરમિયાન સ્મૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્ન સંબંધિત તમામ તસવીરો અને વીડિયો ડિલીટ કરી દીધા હતા. લગ્ન ટળી ગયા પછી પલાશ પર સ્મૃતિને દગો કરવાના આરોપો પણ લાગ્યા.