Adani Group & IOA: અદાણી ગ્રુપે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથેના મુખ્ય પ્રાયોજક (પ્રિન્સિપલ સ્પોન્સરશિપ)નાં કરારને રિન્યૂ કર્યો છે. આ પગલા દ્વારા ભારતીય રમત-ગમત ક્ષેત્ર અને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરતા ખેલાડીઓ સાથેની લાંબાગાળાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરવામાં આવી છે.
આ ભાગીદારી ગ્લાસગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન પણ અમલમાં હતી. જ્યાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા મેડલ ટેલીમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કૂલ 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું હતું.
જાપાનનાં આઈચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જ્યારે અન્ય એક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે ત્યારે પણ આ નવેસરથી સ્પથપાયેલ સહયોગ ચાલુ રહેશે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)નાં ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે કહ્યું કે ભારતીય ખેલાડીઓ સતત આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારવાનું કામ કરી રહ્યાં છે. જ્યારે ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની તૈયારીઓમાં છે તે સમયે અમને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથેના અમારા સહયોગને આગળ વધારવાનો આનંદ થઈ રહ્યો છે. અમદાવાદ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. ત્યારે રમત-ગમતનું મજબૂત માળખું તૈયાર કરવા અને વધુને વધુ યુવાઓને રમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરવા માટેની આ ક્ષણ મહત્વપૂર્ણ છે. અમારી ‘ગર્વ હૈ (GARV HAI) પહેલ થકી અમે ભારતીય રમત-ગમત જગતની પ્રતિભાઓને સમર્થન આપવા અને ભારતીય ખેલાડીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવામાં મદદરૂપ થવા માટે કટિબદ્ધ છીએ.
ઓલિમ્પિયન અને IOA (ભારતીય ઓલિમ્પિક એસોસિએશન)નાં પ્રમુખ ડૉ. પીટી ઉષા એ કહ્યું કે ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખેલાડીઓની પ્રતિભા અને વધી રહેલ ક્ષમતા દર્શાવે છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સાથેનો સહયોગ ચાલુ રાખવા બદલ અમે અદાણી ગ્રુપનો આભાર માનીએ છીએ. જ્યારે આપણે એશિયન ગેમ્સ અને 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ તરફ આગળ વધી રહ્યાં છીએ, ત્યારે ભારતીય ખેલાડીઓને શ્રેષ્ઠ તૈયારી પૂરી પાડવા અને સ્પર્ધામાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મદદરુપ થવા માટે આવો સહયોગ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય રમત-ગમત ક્ષેત્રની પ્રગતિની સાથે આ સહયોગને આગામી વર્ષોમાં પણ ચાલુ રાખવા માટે ઉત્સુક છીએ.
અદાણી ગ્રુપ દ્વારા ગત અમુક વર્ષ દરમિયાન એક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં પાયાના સ્તરે વિકા, ખેલાડીઓને સપોર્ટ, સામુદાયિક ભાગીદારી અને પ્રોફેશનલ રમતને આવરી લેવામાં આવી છે. અદાણી ગ્રુપે તેની "ગર્વ હૈ" પહેલ થકી આશાસ્પદ ભારતીય ખેલાડીઓને તેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સફળતાની યાત્રામાં ટેકો આપ્યો છે. આ સાથે અદાણી ગ્રુપે મલ્ટી-સ્પોર્ટ્સ ગ્રાસરુટ એકેડમીઓમાં પણ રોકાણ કર્યું છે, 29 નવેમ્બર 2026નાં રોજ યોજાનાર અદાણી અમદાવાદ મેરેથોનની 10મી આવૃત્તિ દ્વારા ફિટનેસને પ્રોત્સાહન આપવાનું કામ શરૂ કર્યું છે.
