Tarot Card Reading: અત્યારના સમયમાં એન્જલ કૉલિંગ ટ્રેન્ડમાં છે. આ શાસ્ત્રના માધ્યમથી પ્રેમ જીવન, લગ્ન, કરિયર, નોકરી-ધંધાની તમામ જાણકારી મળી જાય છે. તો ચાલો અંક જ્યોતિષ અને ટેરો નિષ્ણાંત પલ્લવી એસ શર્મા પાસેથી જાણીએ કે, આજે 22 ઑક્ટોબરનો દિવસ કેવો રહેશે અને આજના દિવસે કંઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે.
અંક જ્યોતિષ અને ટેરો કાર્ડ રીટર પલ્લવી શર્માના જણાવ્યા મુજબ, 4, 13 અને 22 તારીખે જન્મેલા જાતકોનો મૂળાંક 4 હોય છે. આ મૂળાંકનો સ્વામી માયાવી ગ્રહ રાહુ છે. અત્યારે રાહુ મીન રાશિમા અને કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે. રાહુ અને કેતુ માયાવી ગ્રહ છે. બન્ને વક્રી ચાલ ચાલે છે.
રાહુની કૃપા વરસવાથી જાતકને જીવનમાં અપાર સફળતા મળે છે. કરિયર અને વેપાર-ધંધામાં સફળતા મેળવવા માટે 22 ઑક્ટોબર મંગળવારના દિવસે સ્નાન-ધ્યાન બાદ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ સાથે જ પૂજા સમયે હનુમાન ચાલિસાનો પાઠ કરવો જોઈએ.
એન્જલ સલાહ
એન્જલની સલાહ છે કે, પરમ પિતા પરમેશ્વર સાથે જોડાવ. વિકટ પરિસ્થિતિમાં કૃપા વરસાવવા માટે પરમ પિતા પરમેશ્વરનો આભાર માનો. ભવિષ્ય તરફ નજર રાખો અને તેને સોનેરી બનાવવા માટે મહેનત કરો. તમારા પાર્ટનરને મદદ કરો અને તેમની મદદ લો. પાર્ટનર પ્રત્યે દયા દાખવો. આજના દિવસે વિશેષ ધ્યાન આપો.
આ સાથે જ તમારા કાર્યને પૂર્ણ કરવા માટે યોગ્ય પ્લાનિંગ કરો. પોતાના લક્ષ્ય પ્રત્યે એક્ટિવ રહો અને યોગ્ય સમય પર પૂરું કરવાનો પ્રયત્ન કરો. પરમ પિતા પરમેશ્વર સાથે જોડાવા માટે ખુદનો આભાર વ્યક્ત કરો.
શું કરશો?
આજના દિવસે 4 મૂળાંકના જાતકે અટક્યા વિના થોડીવાર માટે 'હું સ્વસ્થ, સમૃદ્ધ અને સફળ છું' તેવું રટણ કરવું જોઈએ.
ઉપાય
ॐ गं गणपतये ॐ सुभद्राय नमः , ॐ नमः शिवाय, ॐ हुं हनुमते नमः, राम राम, राम राम, राम राम- મંત્રનો જાપ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.
