Vastu Tips: સનાતન હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું આગવું મહત્ત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં આપણા જીવન સાથે સંકળાયેલી ભૌતિક વસ્તુઓ અને તેને રાખવાની દિશાઓ વિશે વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમોનું પાલન કરવાથી આપણને ફાયદો થાય છે, પરંતુ જો ધ્યાન નહીં આપવામાં આવે તો નુક્સાન ભોગવવું પડી શકે છે.
વાસ્તુમાં જણાવ્યા મુજબ, બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આજ કારણોસર ડોલમાં પાણી ભરીને રાખવામાં આવે છે. આજે અમે તેમ કરવાનું કારણ પણ જણાવીશું.
આ પણ વાંચો
જો તમે ઘરના બાથરૂમમાં પાણીથી ભરેલી ડોલ રાખીને છોડી દેશો, તો તેનાથી ચોતરફથી આપને સારા પરિણામો જ મળશે. આથી જ ડોલને પાણીથી છલોછલ ભરીને જ રાખવી જોઈએ.
પાણી ભરેલી ડોલનો સીધો સબંધ આપણી આર્થિક સ્થિતિ સાથે છે. આથી આમ કરવાથી પૈસાની આવક શરૂ થઈ જાય છે અને ધન-સંપત્તિમાં વધારો થાય છે.
જે લોકોની કુંડળીમાં શનિ અને રાહુ અશુભ ફળ આપતા હોય અથવા જે જાતકો પર રાહુ અથવા શનિની મહાદશા ચાલી રહી હોય, તેમણે બાથરૂમમાં પાણીની ડોલ ભરેલી રાખવાનો ઉપાય અચૂક અજમાવવો જોઈએ. આમ કરવાથી તમને ગ્રહોના દુષ્પ્રભાવથી છૂટકારો મળશે.
ડોલમાં પાણી ભરીને રાખવાથી આખા ઘરમાં પૉઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. આ સાથે જ ઘરમાંથી નેગેટિવ એનર્જી બહાર નીકળે છે, કારણ કે બાથરુમમાં નેગેટિવ એનર્જી સૌથી વધારે હોવાથી ત્યાં પાણી ભરેલી ડોલ રાખવાથી પોઝિટિવ એનર્જી વધે છે.
