Navratri 2024: આજથી નવરાત્રિનો પર્વ શરૂ થઈ ગયો છે, જે સનાતન ધર્મમાં માનતા લોકો માટે મહત્ત્વપૂર્ણ પર્વ છે. 9 દિવસ સુધી ચાલનારા આ પર્વમાં દરરોજ માતાજીના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આજે એટલે કે 3 ઑક્ટોબરના રોજ પહેલા નોરતે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. પહેલા નોરતે શુભ મુહુર્ત જોઈને કળશની સ્થાપના કરીને માતાજીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, નવરાત્રીના 9 દિવસ સુધી કેટલાક જ્યોતિષી ઉપાયો અજમાવીને માતાજીને પ્રસન્ન કરી શકાય છે.
આજે આ લેખમાં અમે આપને એવા 5 જ્યોતિષ ઉપાય જણાવીશું, જેને અજમાવવાથી તમને માતાજીના આશીર્વાદ અવશ્ય મળશે.
- ચાંદીનો સિક્કો પૂજા-પાઠ માટે શુભ માનવામાં આવે છે. એવામાં તમે નવરાત્રિમાં ચાંદીનો સિક્કો ઘરે લાવો છો, તો તેનાથી લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર પર વરસે છે.
- જો તમે ઘરમાં તુલસીનો છોડ ના વાવ્યો હોય, તો નવરાત્રિના શુભ અવસર પર તમે તુલસીનો છોડ વાવી શકો છો. નવરાત્રિના 9 દિવસોમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી અંબે માતા પ્રસન્ન થાય છે. જો કે એક વાતનું ધ્યાન રાખજો કે, સાંજના સમયે તુલસી સમક્ષ દીવો પ્રગટાવો. જેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
- નવરાત્રિના અવસરે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તસવીર ઘરમાં લાવવી જોઈએ. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. લક્ષ્મી માતા દેવી દુર્ગાનું જ સ્વરૂપ છે. એવામાં તેમની મૂર્તિની સ્થાપના કરીને ઘરમાં પૂજા કરી શકો છો.
- નવરાત્રિ પર્વ પર માતાજીને 16 શૃંગાર કરવાનું ના ભૂલવું જોઈએ. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતાજી આપને અખંડ સૌભાગ્ય રહેવાના આશીર્વાદ આપશે.
