માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદનો સંકેત આપે છે દિવાળીના દિવસોમાં જોયેલા આ ચાર સપનાં, સ્વપ્ન શાસ્ત્રના દુર્લભ સંકેતોને સમજો

દિવાળીના પાંચ દિવસ દરમિયાન જોવા મળતા શુભ સપના અને તેના અર્થ વિશે આ લેખ સ્વપ્ન શાસ્ત્રના આધારે માહિતી આપે છે. દીવો, લક્ષ્મી પૂજા, ઘુવડ કે આતશબાજી જેવા સપના ધનલાભ, સમસ્યાઓનો અંત અને સુખ-શાંતિના સંકેત આપે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 10:57 PM (IST)Updated: Thu, 05 Nov 2026 10:57 PM (IST)
swapna-shastra-these-4-auspicious-dreams-during-diwali-that-bring-good-luck-and-wealth

Lucky Dreams During Diwali 2026: ભારતમાં દિવાળી મુખ્ય તહેવારો પૈકી એક છે, જે ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી એમ 5 દિવસ મનાવવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે ગુજરાતીઓ નવા વર્ષનું સ્વાગત કરે છે.

દિવાળી માત્ર ઘરની સાફસફાઈ, ફટાકડા ફોડવા, મીઠાઈઓ અને નવા કપડા સુધી જ સિમિત નથી, પરંતુ તેની પાછળ અનેક ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ પણ સંકળાયેલી છે. આ દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ ભોગવીને સીતા માતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા.

આ વર્ષે 8 નવેમ્બર, રવિવારના રોજ દિવાળીનો પર્વ મનાવવામાં આવશે. માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સ્વપ્ન શાસ્ત્રમાં પણ દિવાળી સાથે સંકળાયેલા કેટલાક ચોક્કસ સપનાને પણ અત્યંત શુભ માનવામાં આવે છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...


સપનામાં દીવો દેખાવવોઃ દિવાળી પર્વનો દીવા સાથે ગઢ સબંધ છે. આજ કારણોસર દિવાળીને દિપોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવામાં જો તમને પણ દિવાળીના તહેવારો દરમિયાન સપનામાં પ્રજવલિત દીવો દેખાય, તો તે અત્યંત શુભ માનવામાં આવે છે.

આ સપનાનો અર્થ તમારા જીવનમાં ચાલતી સમસ્યા ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. આ સાથે જ દિવાળી દરમિયાન દીવાનું સપનું દેખાય, તો તે કરિયર અને વેપારમાં પણ લાભદાયક સાહિત થઈ શકે છે.

સપનામાં લક્ષ્મી માતાની પૂજા કરવીઃ લક્ષ્મી માતા ધનની દેવી હોવાથી દિવાળીના અવસરે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. એવામાં જો તમે પણ તમારી જાતને કે પરિવારના કોઈ સભ્યને લક્ષ્મી માતાની પૂજા કરતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે, તમારા દામ્પત્યજીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાનો જલ્દી અંત આવી શકે છે. આ સાથે જ ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

સપનામાં ઘુવડ દેખાયઃ દિવાળીના અવસરે સપનામાં ઘુવડના દર્શન થાય, તો તે પણ અત્યંત શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સપનામાં ઘુવડ દેખાય તો તે ધનની દેવી લક્ષ્મી માતાની કૃપાનો સંકેત માનવામાં આવે છે. હકીકતમાં હિન્દુ માન્યતાઓમાં ઘુવડને લક્ષ્મી માતાનું વાહન માનવામાં આવે છે. એવામાં આ સમય અણધાર્યા ધનલાભનો સંકેત આપે છે.

સપનામાં આતશબાજી દેખાયઃ દિવાળીના તહેવારોમાં ધનની દેવી લક્ષ્મી માતાની પૂજા કરવાની સાથે-સાથે આતશબાજી અર્થાત ફટાકડા ફોડવામાં આવે છે. એવામાં જો તમે દિવાળીના અવસરે સપનામાં પોતાને પરિવારના સભ્યો સાથે ફટાકડા ફોડતા જુઓ છો, તો તે સપનાને અત્યંત શુભ માનવામાં આવે છે. આ સપનું એ વાતનો સંકેત છે કે, બહુ જલ્દી તમારી આર્થિક સમસ્યા દૂર થશે અને તમને તણાવમાંથી મુક્તિ મળશે.

ધનતેરસથી શરૂ થતાં દિવાળીના 5 દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ 5 દિવસ દરમિયાન આવતા કોઈ પણ પ્રકારના સપના જીવન સાથે સંકળાયેલા કોઈને કોઈ સંકેત અચૂક આપે છે.