Vadodara: ગોત્રીમાં દીકરીની માતા સાથે ગદ્દારી, મુથુટ ફાઈનાન્સમાં ગીરવે મૂકેલા સોનાના દાગીના છોડાવી બૉયફ્રેન્ડ સાથે ફરાર

વડોદરામાં એક પુત્રીએ મકાન લોન માટે ગીરવે મુકેલા માતાના સોનાના દાગીના મિત્ર સાથે મળીને હડપ કરી લીધા. માતાને વિશ્વાસમાં લઈ દાગીના છોડાવ્યા બાદ પુત્રી અને તેનો મિત્ર ફરાર થઈ ગયા, જેનાથી માતા સાથે વિશ્વાસઘાત થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 07:07 PM (IST)Updated: Thu, 05 Nov 2026 07:07 PM (IST)
vadodara-news-daughter-flees-with-boyfriend-after-redeeming-mothers-pledged-gold-jewelry-in-gotri
vadodara-gotri-police-station-4-nov-26-1793772129894.webp

Vadodara: વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી માતા અને પુત્રીના સંબંધોને શર્મસાર કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મકાનની લોન ચૂકવવામાં આર્થિક મદદરૂપ બનવા માટે માતાએ પોતાના સોનાના કિંમતી દાગીના ગીરવે મૂકી દીધા હતા. જ્યારે દાગીના છોડાવવાનો સમય આવ્યો, ત્યારે પુત્રી અને તેના મિત્રે જ માતા સાથે વિશ્વાસઘાત કરીને સોનાના દાગીના હડપ કરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પતિની હોમ લોનના હપ્તા ભરવા પુત્રીએ માતા પાસે હાથ લંબાવ્યો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોત્રી વિસ્તારમાં આવેલી ગુણાતીત રેસિડેન્સીમાં રહેતા શારદાબેન પરમારના જમાઈ સુરેશ વસાવાએ હોમ લોન પર એક મકાન ખરીદ્યું હતું. આ મકાનની લોનના હપ્તા નિયમિત ભરવા માટે નાણાકીય ભીડ ઊભી થતાં શારદાબેનની પુત્રી પદમાએ પોતાની માતા પાસે મદદની ગુહાર લગાવી હતી. આથી શારદાબેને પોતાની પાંચ સોનાની વીંટી, એક સોનાની ચેન અને સોનાનું પેન્ડલ સહિતના તમામ દાગીના ગીરવે મૂકવાનો નિર્ણય કર્યો હતો.

આજથી એક વર્ષ પહેલા આંબેડકર સર્કલ પાસે આવેલી મુથુટ ફાઇનાન્સમાંથી રૂ. 1.85 લાખની રકમ સામે શારદાબેને પોતાના દાગીના ગીરવે મૂક્યા હતા અને મેળવેલી રોકડ રકમ પુત્રી પદમાને સોંપી દીધી હતી. જે બાદ લોનના હપ્તાની મુદત પૂર્ણ થતાં આ ગીરવે મૂકેલા સોનાના દાગીના પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

ગત 2 સપ્ટેમ્બર 2026ના રોજ પુત્રી પદમાના મિત્ર દીપક સિરોયાએ શારદાબેનને ફોન કરીને બીજા દિવસે ફાઇનાન્સ કંપનીમાં આવીને દાગીના છોડાવવા માટે જણાવ્યું હતું. આથી બીજા દિવસે શારદાબેન પોતાના પતિ સાથે મુથુટ ફાઇનાન્સ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની પુત્રી પદમા અને તેનો મિત્ર દીપક પહેલેથી જ હાજર હતા. બંનેએ મળીને લોનની બાકી રકમ ભરી દીધી હતી અને ફાઇનાન્સમાંથી દાગીના મુક્ત કરાવ્યા હતા.

ફાઈનાન્સમાંથી દાગીના હાથમાં આવતા જ દીકરીએ દિપકને પકડાવી માતાને ઘરે મોકલ્યા

જો કે દાગીના હાથમાં આવ્યા બાદ પુત્રીએ પદમાએ તે પોતાની માતા શારદાબેનને સોંપવાને બદલે તેના મિત્ર દીપક સિરોયાના હાથમાં પકડાવી દીધા હતા. એટલું જ નહીં, માતા-પિતાને વિશ્વાસમાં લેવા માટે બંનેએ તેમને પહેલાં ઘરે જતા રહેવાનું કહ્યું હતું અને પોતે દાગીના લઈને પાછળથી થોડી જ વારમાં ઘરે આવતા હોવાનું બહાનું બનાવીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.