Dhanteras 2026: ધનતેરસે આ 5 વસ્તુઓની ખરીદી બની શકે છે કંગાળીનું કારણ, લક્ષ્મી માતા કાયમ માટે થઈ જશે નારાજ

ધનતેરસ 2026 ના રોજ કઈ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ તે અંગે આ લેખ માહિતી આપે છે. આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 06:33 PM (IST)Updated: Thu, 05 Nov 2026 06:33 PM (IST)
dhanteras-2026-these-5-things-you-should-never-buy-today-to-keep-goddess-lakshmi-happy

Dhanteras 2026: દર વર્ષે દિવાળીના બે દિવસ પૂર્વે આવતો ધનતેરસનો પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો શુભ પર્વ 06 નવેમ્બરે શુક્રવારના રોજ આવી રહ્યો છે. આ દિવસથી દિવાળીના પાંચ દિવસીય પર્વની શરૂઆત થઈ જાય છે. આ દિવસે ભગવાન ધનવન્તરી, ધનની દેવી માતા લક્ષ્મી, ધનના દેવતા ભગવાન કુબેર તેમજ વિધ્નહર્તા ગણેશજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે.

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, નવા વાસણ, સાવરણી, મીઠું, ધાણા જેવી વસ્તુઓની ખરીદીને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.

જો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે, જેને ધનતેરસના દિવસે ખરીદવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો ધન તેરસના દિવસે આવી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવામાં આવે, તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો ચાલો જાણીએ એવી કંઈ વસ્તુઓ છે, જેને ખરીદવાથી બચવું જોઈએ...

અણીદાર વસ્તુઓઃ ધનતેરસના દિવસે અણીદાર વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. આ દિવસે ચપ્પુ, ખાતર, બ્લેડ કે ધારદાર હથિયાર ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી વસ્તુઓ પ્રતિકાત્મકરૂપે કાપવા, અલગ કરવા અને વિવાદ સાથે સાંકળીને જોવામાં આવે છે. આથી ધનતેરસના દિવસે આવી વસ્તુઓ ખરીદવામાં આવે, તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

લોખંડની વસ્તુઓઃ લોખંડનો સબંધ શનિદેવ સાથે હોવાથી ધનતેરસના દિવસે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ધન તેરસના શુભ પર્વ પર લોખંડ ખરીદવાથી ઘરમાં ક્યારેય સુખ-સમૃદ્ધિ નથી આવતી. જો કે ધનતેરસના દિવસે લોખંડ સિવાય તમે સોનું, ચાંદી કે તાંબા જેવી ધાતુઓમાંથી બનેલી વસ્તુઓ ખરીદી શકો છો, જેને શુભ માનવામાં આવે છે.

કાળા રંગની વસ્તુઓઃ સનાતન ધર્મમાં કોઈ પણ પવિત્ર પર્વ પર કાળા રંગને અશુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે કાળા રંગના વસ્ત્રો કે કાળી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. કાળી વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. કાળા રંગની જગ્યાએ તમે અન્ય શુભ રંગ જેમ કે લાલ, પીળા કે લીલા રંગના કપડાં ખરીદી શકો છે, જે સકારાત્મક્તા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

કાંચની વસ્તુઓઃ કાંચની વસ્તુઓ વધારે ટકાઉ નથી માનવામાં આવતી. કાંચ ગમે ત્યારે પડીને તૂટી શકે છે. આજ કારણોસર ધનતેરસે કાંચની વસ્તુઓ ના ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ક્યારેય પણ કોઈને કાંચની વસ્તુઓ ગિફ્ટમાં પણ ના આપવી જોઈએ.

ઘી-તેલ ના ખરીદવુંઃ ધનતેરસના દિવસે તમારે ઘી-તેલ પણ ના ખરીદવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે ઘી-તેલ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. ઘી-તેલ સહિત ઉપર આપેલી કોઈ પણ વસ્તુઓ નાછૂટકે ખરીદવાની જરૂર જણાય, તો ધનતેરસના એક દિવસ પહેલા કે બીજા દિવસે કરવી જોઈએ.