ધનતેરસ 2026 પંચાંગ: પૂજા માટેનું શુભ મુહૂર્ત અને ખરીદી માટેના ચોઘડિયા જાણો

આ લેખમાં ધનતેરસ 2026 ના શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ખરીદી માટેના ચોઘડિયાની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ધનતેરસથી દિવાળી પર્વનો પ્રારંભ થાય છે, જેમાં લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિ દેવની પૂજાનું મહત્વ દર્શાવાયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 05:35 PM (IST)Updated: Thu, 05 Nov 2026 05:35 PM (IST)
dhanteras-2026-gujarati-panchang-06-november-friday-tithi-shubh-muhurat-and-choghadiya

આજનું પંચાંગ (Dhanteras 2026 Gujarati Panchang) | Today Gujarati Panchang (November 05, 2026): વિક્રમ સંવત 2082 આસો માસ, વદ પક્ષની બારસની તિથિ (10:30 AM સુધી) છે, જે બાદ તેરસ બેસી જશે. આથી સાંજના સમયે ધન તેરસની પૂજા કરી શકાશે.

ધાર્મિક માન્યતા મુજબ, ધન તેરસના દિવસે ધનના દેવતા ભગવાન કુબેર, ધનની દેવી માતા લક્ષ્મી અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિ ઉપરાંત વિધ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, ધન તેરસથી પાંચ દિવસના દિવાળી પર્વની શરૂઆત થઈ જાય છે. તો ચાલો જાણીએ, આ વર્ષે ધન તેરસમાં પૂજાનું શુભ મુહૂર્ત ક્યું રહેશે?

આજનું પંચાગ 06 નવેમ્બર, 2026 (શુક્રવાર)

સૂર્યોદય: 06:47 AM
સૂર્યાસ્ત: 05:59 PM
ચંદ્રોદય: 04:56 AM નવેમ્બર 07
ચંદ્રાસ્ત: 03:54 PM

ગુજરાતી સંવત: 2082 પિંગળ
ચંદ્ર માસ: આસો
વાર: શુક્રવાર
પક્ષ: વદ
તિથિ: બારસ 10:35 AM સુધી, જે બાદ તેરસની તિથિ
નક્ષત્ર: હસ્ત 04:43 AM સુધી નવેમ્બર 07 સુધી
યોગ: વિષ્કંઠ 04:10 AM નવેમ્બર 07 સુધી
કરણ: તૈતિલ 10:30 AM સુધી
દ્વિતીય કરણ: ગર 10:36 PM સુધી

સૂર્ય રાશિ: તુલા (ર.ત)
ચંદ્ર રાશિ: કન્યા (પ,ઠ,ણ) 09:34 AM સુધી 

આજના શુભ મુહૂર્ત

અભિજિત મુહૂર્ત: 12:01 PM થી 12:45 PM
બ્રહ્મ મુહૂર્તઃ 05:05 AM થી 05:56 AM
વિજય મુહૂર્તઃ 02:15 PM થી 03:00 PM
અમૃત કાળઃ 10:31 PM થી 12:10 AM નવેમ્બર 07

આજના અશુભ મુહૂર્ત

રાહુ કાળ: 10:59 AM થી 12:23 PM
ગુલિક કાળ: 08:11 AM થી 09:35 AM
યમગંડ: 03:11 PM થી 04:35 PM

દુર્મુહુર્ત: 09:02 AM થી 09:46 AM
12:45 PM થી 01:30 PM
વર્જ્યઃ 12:36 PM થી 02:15 PM 

જે 6 નવેમ્બરે ધન તેરસના પર્વ પર ખરીદીની તૈયારીઓ કરી રહ્યા હોવ, તો બજારમાં જતા પહેલા શુભ મુહૂર્ત અને ચોઘડિયા અચૂક જાણી લો. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, ધન તેરસના દિવસે શુભ સમયમાં સોના-ચાંદી, વાહન, વાસણ સહિત અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ વર્ષે ધન તેરસની સાથે-સાથે શુક્ર પ્રદોષ વ્રતનો પણ સંયોગ બની રહ્યો છે. એવામાં પૂજાથી માંડીને ખરીદી સુધી અલગ-અલગ શુભ સમય બતાવવામાં આવ્યા છે. આજે 06 નવેમ્બર 2026ના રોજ વાહન ખરીદી, ગૃહપ્રવેશ, નવા વેપારની શરૂઆત કે અન્ય કોઈપણ માંગલિક કાર્ય માટે કયો સમય સૌથી ઉત્તમ રહેશે, તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે. કોઈપણ કાર્યની સફળતા માટે તેને યોગ્ય અને શુભ સમય પર શરૂ કરવું લાભદાયી માનવામાં આવે છે.

અમદાવાદ માટે આજના દિવસ અને રાતના ચોઘડિયા

અહીં અમદાવાદ માટે આજે એટલે કે 6 નવેમ્બર, શુક્રવારના રોજના દિવસ અને રાતના ચોઘડિયા આપવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

૧. દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય ફળ
ચલ 06:47 AM થી 08:11 AM નિષ્પક્ષ
લાભ 08:11 AM થી 09:35 AM લાભ
અમૃત 09:35 AM થી 10:59 AM શ્રેષ્ઠ
કાળ 10:59 AM થી 12:23 PM નુકસાન
શુભ 12:23 PM થી 01:47 PM સારું
રોગ 01:47 PM થી 03:11 PM દુષ્ટ
ઉદ્વેગ 03:11 PM થી 04:35 PM ખરાબ
ચલ 04:35 PM થી 05:59 PM નિષ્પક્ષ

૨. રાત્રિના ચોઘડિયા

ચોઘડિયું સમય ફળ
રોગ 05:59 PM થી 07:35 PM દુષ્ટ
કાળ 07:35 PM થી 09:11 PM નુકસાન
લાભ 09:11 PM થી 10:47 PM લાભ
ઉદ્વેગ 10:47 PM થી 12:23 AM (નવેમ્બર ૦૭) ખરાબ
શુભ 12:23 AM થી 02:00 AM (નવેમ્બર ૦૭) સારું
અમૃત 02:00 AM થી 03:36 AM (નવેમ્બર ૦૭) શ્રેષ્ઠ
ચલ 03:35 AM થી 05:12 AM (નવેમ્બર ૦૭) નિષ્પક્ષ
રોગ 05:12 AM થી 06:48 AM (નવેમ્બર ૦૭) દુષ્ટ