Silver Astrology: આ 4 રાશિના જાતકો માટે ચાંદી બની શકે છે બરબાદીનું કારણ, દાગીના પહેરતા પહેલા જાણી લો નિયમ

ચાંદીનો સીધો સબંધ મનના કારક ચંદ્ર અને જળ તત્વ સાથે છે. જેને ધારણ કરવાથી મનને શાંતિ મળે છે. એવામાં જે રાશિઓનો સ્વભાવ અગ્નિ તત્વ સાથે સંકળાયેલો હોય તેમને ચાંદી નુકસાન પહોંચાડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Apr 2026 03:48 PM (IST)Updated: Sat, 25 Apr 2026 03:48 PM (IST)
which-zodiac-signs-should-avoid-wearing-silver-astrology-guide
HIGHLIGHTS
  • ચાંદી મન અને ભાવનાઓને સંતુલિત કરવાનું કામ કરે છે

Silver Astrology: જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ ધાતુનું આગવું મહત્ત્વ છે, જેના તમામ લોકો માટે અલગ-અલગ પ્રકારના લાભ થતા હોય છે. જો જુદી-જુદી ધાતુઓની વાત કરીએ તો, લોખંડને શનિની ધાતુ માનવામાં આવે છે. આવી જ રીતે સોનાને ગુરુ બૃહસ્પતિની ધાતુ તેમજ ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવી છે.

જ્યોતિષમાં ચંદ્રનો જળ સાથે સબંધ માનવામાં આવ્યો છે. આ ચંદ્ર ગ્રહ શીતળતા, ચંચળતા અને મનનો કારક માનવામાં આવે છે. આપણા રાશિ ચક્રમાં 12 રાશિઓ હોય છે અને દરેક રાશિ માટે કોઈને કોઈ ધાતુ શુભ માનવામાં આવે છે. આમ પણ કેટલીક રાશિઓને અગ્નિ તત્વ, કેટલીક રાશિઓનો જળ તત્વ, કેટલીક પૃથ્વી તત્વ તો કોઈ રાશિઓને વાયુ તત્વ ગણવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, કેટલીક રાશિઓ માટે ચાંદીની ધાતુ શુભ નથી. આથી કેટલીક એવી રાશિઓ છે, જેમને ચાંદીના દાગીના ના પહેરવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

હકીકતમાં રાશિ ચક્રની 12 રાશિઓ પૈકી મેષ, ધનુ અને સિંહ આ ત્રણ એવી રાશિ છે, જેના જાતકોને ચાંદીના દાગીના ના પહેરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ ત્રણેય રાશિઓ અગ્નિ તત્વની મનાય છે. જેથી ચાંદીની ધાતુ તેમના માટે અનુકુળ નથી ગણાતી.

ચાંદીનો સ્વામી ગ્રહ ચંદ્ર ગણાય છે, જે જળ તત્વસાથે સંકળાયેલ છે. જ્યોતિષ શાસ્ત્રમાં અગ્નિ અને જળ તત્વ એકબીજાના તદ્દન વિપરિત જણાવવામાં આવ્યા છે. આથી જો આ બન્ને તત્વો મળી જાય, તો તેના ફાયદાની જગ્યાએ નુક્સાન થવા લાગે છે.

કઈ રાશિના જાતકોને ચાંદી શુભ ફળ આપે? Silver Is Good For Which Zodiac

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ચાંદીના દાગીના કર્ક, વૃશ્વિક અને મીન રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ રાશિઓ જળ તત્વની ગણાય છે.

જ્યારે મેષ, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે ચાંદીના દાગીના ના પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય અન્ય રાશિના જાતકોને ચાંદી પહેરવી સામાન્ય ફળ આપે છે.

naidunia_image

ચાંદી કંઈ રાશિના જાતકોને ના ધારણ કરવી જોઈએ? Who Should Not Wear Silver

મેષ: આ રાશિનો સ્વામી મંગળ ગ્રહ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને ચાંદીના દાગીના ના પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો મેષ રાશિના જાતકો ચાંદીના દાગીના પહેરે, તો તેમને ધનની હાનિનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં, જાતકોને જીવનમાં અનેક પ્રકારના નુક્સાન થવાના સંકેત મળે છે.

સિંહઃ આ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય માનવામાં આવે છે, જે એક ગરમ ગ્રહ છે. જ્યારે ચંદ્ર ઠંડો ગ્રહ ગણાય છે, જે શીતળતા પ્રદાન કરે છે. આથી એવું માનવામાં આવે છે કે, સિંહ રાશિના જાતકોને ચાંદી પહેરવાથી આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

જો સિંહ રાશિના લોકો ચાંદીના દાગીના પહેરે છે, તો ચાંદીનો ઉપયોગ કોઈ પણ રીતે કરે છે, તો તો તેમના બનેલા કામ બગડી શકે છે. તેમણે ચાંદી પહેરવાથી ધન હાનિ થઈ શકે છે. આમ તેમને ફાયદાની જગ્યાએ નુકસાન થવાના યોગ બનવા લાગે છે.

ધનઃ આ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે અને તેની ધાતુ સોનું છે.આથી આ રાશિના જાતકો માટે ચાંદી શુભ નથી માનવામાં આવતી. જો ધન રાશિના જાતકો ચાંદી ધારણ કરે, તો તેમને જીવનમાં સફળતાના યોગ ઓછા બનવા લાગે છે. જો તેઓ સોનું ધારણ કરે, તો તેમના માટે અત્યંત શુભ થઈ શકે છે.

મીનઃ આ રાશિના સ્વામી ગ્રહ શનિ છે અને તેની ધાતુ લોખંડ માનવામાં આવે છે. આથી મીન રાશિના જાતકો માટે લોખંડ શુભ માનવામાં આવે છે, પરંતુ ચાંદી તેમના માટે શુભ નથી હોતી. આથી જ મીન રાશિના જાતકોને ચાંદીના દાગીના ના પહેરવાની સલાહ આપવામાં આવે છે.

હવે જો તમારી પણ રાશિ પણ ઉપર જણાવેલ પૈકી કોઈ એક હોય, તો તમારે પણ ચાંદીના દાગીના ના પહેરવાની સલાહ આપવામાં આવે છે. આમ છતાં જો તમે ચાંદી ધારણ કરો, તો જીવનમાં તેની નકારાત્મક અસર થઈ શકે છે.