Gajakesari Rajyog: મિથુનમાં બનતા ગજકેસરી યોગથી 4 રાશિઓનો 'ગોલ્ડન ટાઈમ', જાતકો કરિયરમાં પ્રગતિ અને પૈસામાં વૃદ્ધિ જોઈ શકશે

14 મેના રોજ શુક્ર ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી બિરાજમાન ગુરુ સાથે મળીને ગજકેસરી રાજયોગ બનાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Apr 2026 08:20 PM (IST)Updated: Fri, 24 Apr 2026 08:20 PM (IST)
rare-gajakesari-rajyog-on-may-14-these-4-zodiac-signs-set-for-massive-gains
HIGHLIGHTS
  • 2 જૂન સુધી સક્રિય રહેનાર ગજકેસરી રાજયોગ 4 રાશિના જાતકોને માલામાલ કરશે

Gajakesari Rajyog 2026: દેવતાઓના ગુરુ ગણાતા બૃહસ્પતિ અર્થાત ગુરુ ગ્રહ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. એવામાં લગભગ 12 વર્ષ બાદ ગુરુ એ રાશિમાં પુન પરત ફરે છે. જો કે આ દરમિયાન ગુરુ અન્ય ગ્રહો સાથે મળીને કેટલીક દુર્લભ યોગનું નિર્માણ કરે છે, જે દરેક રાશિના જાતકો પર શુભ-અશુભ અસર કરે છે.

અત્યારે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન છે. જ્યારે આગામી 14મી મેના રોજ શુક્ર ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરીને પ્રવેશ કરશે. એવામાં મિથુન રાશિમાં શુક્ર-ગુરુની યુતિથી ગજકેસરી રાજયોગ બનશે.

આવનારી 14 મેના ગુરુવારના રોજ સવારે 10:58 કલાકે શુક્ર વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલાથી બિરાજમાન ગુરુ સાથે મળીને ગજકેસરી રાજયોગ બનાવશે, જે ચાર રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે.

  • વૃષભ (Taurus): ગજકેસરી રાજયોગ બનવાથી આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. કરિયરમાં પ્રગતિ થાય. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય. નોકરીમાં તાણ ઓછી થાય, મોટું પદ મળે
  • તુલા (Libra): આ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ લાભકારી સિદ્ધ થશે. આવક પ્રાપ્તિના પ્રયત્નો સફળ થતા જણાય.કમાણીની નવી તક સર્જાય.નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય છે. પ્રેમપ્રકરણના કિસ્સામાં નિકટતા અનુભવાય
  • મિથુન (Gemini): મિથુન રાશિમાં જ ગુરુ-શુક્રની યુતિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો હોવાથી, આ રાશિના જાતકોને પ્રગતિના દ્વાર ખુલતા લાગશે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય. મનની ઈચ્છા ફળીભૂત થઈ શકે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
  • મીન (Pisces): ગજકેસરી રાજયોગ આ રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થશે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. લગ્નજીવન સુખી અને પ્રેમથી ભરેલું રહેશે. વિજાતિય મિત્રતા ગાઢ બનશે. નોકરિયાતોને ઉપરી વર્ગથી મનમેળ સારો રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.