Vastu Tips: s: આપણામાંથી મોટાભાગના લોકોની આદત હોય છે કે, ઘરમાં આવ્યા બાદ ચાવી ગમે ત્યાં મૂકી દેતા હોઈએ છીએ, પરંતુ આ યોગ્ય નથી.
આપણા સૌના ઘરમાં ઘણી ચાવીઓ હોય છે. કેટલી જ જૂની અને નકામી ચાવીઓ થઈ લઈણે ઘરના કબાટની, દરવાજાની, ગાડીની, ઑફિસની વગેરે. ઘરમાં ચાવી મૂકવા માટે કોઈ સ્થળ હોવા છતાં આપણે તેને આડીઅવળી ગમે ત્યાં મૂકી દેતા હોઈએ છીએ અને પછી જરૂર પડે એટલે આ ચાવીઓ શોધવા લાગીએ છીએ. આપણામાંથી ઘણા લોકોને આ સમસ્યા નડતી હોય છે. તો ઘરમાં વાસ્તુ અનુસાર ચાવી મૂકવાની સલાહ આપવામાં આવે છે.
જી હા, ઘરમાં વાસ્તુ અનુસાર જ ચાવી મૂકવી બહુ જરૂરી છે, નહીંતર નસીબનું થાળુ ખૂલવામાં બહુ મોડું થઈ જાય છે. તો કેટલાંક સ્થળો એવાં હોય છે, જ્યાં ચાવીઓ ન જ મૂકવી જોઈએ. આજે આ લેખમાં વાસ્તુશાસ્ત્રી ડૉ. આનંદ ભારદ્વાજ જણાવી રહ્યા છે, ઘરમાં કઈ જગ્યાઓએ ચાવી ન મૂકવી જોઈએ.
ખોટી દિશામાં ન મૂકવી ચાવીઓ
જ્યારે પણ ઘરમાં ચાવીઓ મૂકીએ ત્યારે તેને યોગ્ય દિશા પ્રમાણે જ મૂકવી જોઈએ. મોટાભાગે આપણે સૌ બધી જ ચાવીઓ એકસાથે મૂકી દેતા હોઈએ છીએ. જોકે દરેક ચાવી માટે કોઈ એકજ દિશા યોગ્ય ન ગણાય. ઉદાહરણ તરીકે, દુકાન અને ઑફિસની ચાવી મૂકવા માટે ઉત્તર-પશ્ચિમ દિશા બહુ સારી ગણાય છે. તો જો તમે ઉત્તર-પશ્ચિમ દિશામાં તિજોરીની ચાવી મૂકશો તો, ધીરે-ધીરે ધન ખાલી થવાનું શરૂ થઈ જાય છે. આ ચાવીઓ માટે દક્ષિણ-પશ્ચિમ દિશા સૌથી ઉત્તમ ગણાય છે, જેથી ઘરમાં ધન-વૈભવ જળવાઈ રહે છે.
પૂજાની જગ્યાએ ન મૂકવી ચાવીઓ
ઘણીવાર એવું પણ થાય છે કે, આપણે કિચન વગરની ચાવીઓ અને નાની ચાવીઓ ખોવાઈ ન જાય એટલે ભગવાનના મંદિરમાં મૂકી દેતા હોઈએ છીએ, જેથી ચાવીઓ ખોવાઈ ન જાય. પરંતુ વાસ્તવમાં ચાવીઓને ક્યારેય ભગવાનના મંદિરમાં ન મૂકવી જોઈએ. ભગવાનના મંદિરમાં ચાવીઓ મૂકવાથી તમારું મન પૂજામાં નહીં લાગે. અને તેનાથી એ જગ્યાની પોઝિટિવ એનર્જી પણ પ્રભાવિત થાય છે.
બ્રહ્મ સ્થાનમાં ન મૂકવી ચાવીઓ
ચાવીઓને ક્યારેય ઘરમાં બ્રહ્મ સ્થાન પર ન મૂકવી જોઈએ. મોટાભાગની ચાવીઓ મેટલની હોય છે અને જ્યારે તેમને બ્રહ્મ સ્થાનમાં મૂકવામાં આવે ત્યારે ત્યાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે, તેની સીધી અસર ઘરમાં રહેતા લોકોના સંબંધો પર પડે છે. તેનાથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ ઓછો થાય છે. એટલે જ ભૂલથી પણ ઘરના બ્રહ્મ સ્થાનમાં ચાવીઓ ન મૂકવી જોઈએ.
ઈશાન કોણમાં ન મૂકવી ચાવીઓ
ચાવીઓને ઘરના ઈશાન કોણમાં ન મૂકવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં ચાવીઓમાં ગંદકી હોય છે અને તેના પર વારંવાર લોકો ગંદા હાથ અડાડતા હોય છે અને કોઈ તેને સાફ પણ નથી કરતું. એવામાં ઈશાન કોણમાં ચાવીઓ મૂકવાથી તે દુષિત થવાની શક્યતા રહે છે. આ સિવાય ચાવીઓ મેટલની બનેલ હોય છે અને ઈશાન કોણમાં મોટાભાગે મેટલની વસ્તુઓ મૂકવાની ના પાડવામાં આવે છે.
તો હવે તમે પણ આ જગ્યાઓ પર ચાવીઓ ન મૂકતા અને ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન થવા ન દેતા.
આ આર્ટિકલ અંગેનાં તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને સોશિયલ મીડિયામાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit- Freepik
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.