Vastu Tips For Kitchen: તમારી તકદીર બદલી નાંખશે રસોડામાં રહેલું વેલણ, આ વાસ્તુ ઉપાયથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ નહીં પડે

રસોડામાં રહેલું રોટલી વણવા માટે વપરાતા વેલણનું પણ વાસ્તુમાં આગવું મહત્ત્વ છે. વાસ્તુમાં વેલણના ઉપયોગથી માંડીને ખરીદવા સુધીના નિયમો વિશે વિગતવાર વર્ણન કરાયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Oct 2025 08:04 PM (IST)Updated: Tue, 07 Oct 2025 08:06 PM (IST)
vastu-tips-for-kitchen-belan-na-upay-in-gujarati
HIGHLIGHTS
  • વાસ્તુ શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે એક ચોક્કસ દિવસ દર્શાવવામાં આવ્યો છે
  • ઘર માટે વેલણ હંમેશા શુક્રવારના દિવસે જ ખરીદવું શુભ માનવામાં આવે છે

Belan Vastu Tips: હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ, રસોડામાં અન્નપૂર્ણાનો વાસ હોવાનું કહેવાય છે. જે ઘરમાં અન્નપૂર્ણાના કૃપા વરસે છે, તે ઘરમાં ક્યારેય અન્ન કે ધનની કમી નથી વર્તાતી. આ સાથે જ રસોડામાં રહેલી તમામ વસ્તુઓ આપણા જીવન પર સારી અને ખરાબ બન્ને અસર કરતી હોય છે. તમને પણ જાણીને નવાઈ થશે કે, રસોડામાં રહેલું વેલણ પણ તમારી તકદીર બદલી શકે છે.

વાસ્તુ એક્સપર્ટના મતે રોટલી વણવા માટે ઉપયોગમાં લેવાતું વેલણ પણ તમારા જીવનને બહેતર બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અન્નપૂર્ણા માતા આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ વેલણ સાથે સંકળાયેલ વાસ્તુ ટિપ્સ, જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે.

વાસ્તુ શાસ્ત્રમાં વેલણનું મહત્વ (Belan Vastu Tips)

વેલણનું સ્થાન: રસોડામાં હંમેશા વેલણને ઉત્તર-પૂર્વ દિશા કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ સ્થાન અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિશામાં વેલણ રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.

આ સાથે જ દક્ષિણ-પશ્ચિમ દિશામાં વેલણ રાખવું અશુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા ઘરના મોભી સાથે સંકળાયેલ હોય છે. આથી આ દિશામાં વેલણ રાખવાથી ધનની હાનિ હોઈ શકે છે.

naidunia_image

વેલણની સફાઈ: રસોડામાં વેલણને હંમેશા યોગ્ય દિશામાં તેમજ સ્વચ્છ જગ્યા પર રાખવું જોઈએ. વેલણ પર ક્યારેય તિરાડ કે ખાડા ના પડવા દેશે. જો વેલણમાં સહેજ પણ તિરાડ કે ખાડો પડી જાય, તો તાત્કાલિક તેને બદલી નાંખવું જોઈએ, કારણ કે આવું વેલણ ઘરમાં આર્થિક સંકટ લઈને આવે છે. આ સાથે જ વેલણને હંમેશા ચોખ્ખુ જ રાખવું જોઈએ.

વેલણનો રંગ: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે વેલણનો રંગ પણ અગત્યનો છે. સફેદ કે સામાન્ય ગુલાબી અથવા પ્રાકૃતિક લાકડાના રંગનું વેલણ અત્યંત શુભ માનવામાં આવે છે. વધારે પડતા ચમકદાર તેમજ રંગબેરંગી તેમજ ડિઝાઈન ધરાવતા વેલણ વાપરવાનું ટાળો.

જમીન પર ના મૂકશો: વેલણને ક્યારેય જમીન પર ના મૂકવા જોઈએ. વેલણને હંમેશા ટેબલ પર કે પછી સ્વચ્છ જગ્યા પર રાખવું જોઈએ.

વેલણની પૂજા: નવું વેલણ ખરીદતી વખતે તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. નવા વેલણને સૌ પ્રથમ હળદર અને કંકુથી સજાવીને ભગવાનના ચરણોમાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

આ દિવસે વેલણ ખરીદો: ધન-ધાન્ય સાથે સંકળાયેલી સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ખાસ કરીને શુક્રવારના દિવસે નવું વેલણ ખરીદવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. આમ કરવાથી તમને જીવનમાં પોઝિટિવ પરિવર્તન જોવા મળશે.