Surat: જાહેર રોડ પર પાન-માવાની પિચકારી મારતા સુરતીઓ સાવધાન, મનપાએ 9 મહિનામાં 3819 લોકો પાસેથી રૂ. 5.85 લાખ દંડ વસૂલ્યો

સુરત મહાનગર પાલિકા દ્વારા પહેલી વાર થૂંકતા પકડાય તો 100 રૂપિયા, બીજી વાર 250 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Oct 2025 07:03 PM (IST)Updated: Tue, 07 Oct 2025 07:03 PM (IST)
surat-news-smc-collect-rs-5-85-lakh-in-9-moth-for-pan-masala-spitting
HIGHLIGHTS
  • સુરત કોર્પોરેશને નવેમ્બર 2023થી અભિયાન શરૂ કર્યું હતુ
  • સુરત શહેરભરમાં લાગેલા 4 હજાર CCTV કેમેરા પરથી લોકો પર નજર

Surat: સુરત શહેરમાં જાહેરમાં પાન માવાની પિચકારી મારતા 3819 લોકોને 5.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત પાલિકા દ્વારા નવેમ્બર 2023થી શરુ થયેલા અભિયાનમાં ચાલુ વર્ષે 2025માં પ્રથમ 9 માસમાં 3819 લોકોને 5.85 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લાગેલા 4 હજાર જેટલા CCTV કેમેરાથી પાન માવાની પિચકારી મારતા લોકોને ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા રસ્તા પર જાહેર મિલકતો પર,બ્રિજ પર પાન, માવા ગુટખાની પિચકારી મારીને સુંદરતા બગાડનારા લોકો સામે કડકાઈ અપનાવવામાં આવી રહી છે. સુરત પાલિકા દ્વારા નવેમ્બર 2023થી શરુ થયલ અભિયાનમાં ચાલુ વર્ષે 2025માં પ્રથમ સાત માસમાં 3819 લોકોને 5.85 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

સુરત મનપા દ્વારા આરટીઓ તંત્ર સાથે સંકલન કરીને તેમજ ટેકનોલોજી કેમેરાની મદદથી માર્ગો પર થૂંક્નારા મોપેડ, કાર કે રીક્ષા ચાલકોને નંબર પ્લેટના આધારે પકડીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં લાગેલા 4 હજાર જેટલા CCTV કેમેરાથી પાન માવાની પિચકારી મારતા લોકોને ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે.

પહેલી વાર થૂંકતા પકડાય તો 100 રૂપિયા, બીજી વાર 250 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. પાલિકા દ્વારા કાર્યરત ઇન્ટીગ્રેટેડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી નિરીક્ષણ માટે વ્યવસ્થા તંત્ર ઉભું કરાયું છે, તેના થકી રખડતા ઢોર માટે પણ મોનીટરિંગ ચાલી રહ્યું છે. જયારે કેમેરાની મદદથી જાહેર રસ્તા પર થૂંકતા અને ગંદકી કરતા લોકોને ઈ ચલણ ઈશ્યુ કરાયા છે. આ માટે પાલિકાના અને પોલીસના મળીને 4 હજાર જેટલા કેમેરાનું મોનીટરીંગ સાથે ગંદકી કરનારાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

naidunia_image

નાયબ આરોગ્ય અધિકારી ડો. રીતિકા પટેલે જણાવ્યું કે, સુરત શહેર સ્વચ્છતામાં અગ્રેસર છે ત્યારે શહેરમાં જાહેરમાં થૂંકતા અને ગંદકી કરતા ઈસમો સામે કાર્યવાહી કરવી પણ જરૂરી બને છે. આ અંતર્ગત મનપા કમિશ્નર, ડે. કમિશ્નર અને આરોગ્ય અધિકારીના સચોટ માર્ગદર્શન હેઠળ તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં શહેર ભરમાં આવેલા કુલ 4 હજાર જેટલા CCTV મારફતે જાહેરમાં થૂંકતા ઈસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટીફીકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર ઇન્ટીગ્રેટેડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી મોનીટરીંગ કરવામાં આવે છે અને કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા પકડાઈ તો ઝોન સાથે સંકલન કરીને ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે. તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેઓને દંડ કરવામાં આવે છે.

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ 3819 જેટલા લોકોને 5.85 લાખનો દંડ કર્યો છે. શહેરીજનોને અપીલ છે કે સુરતને હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર રાખે અને જાહેરમાં ન થૂંકવા અને ગંદકી ન કરવા ખાસ અનુરોધ છે.