Trigrahi Yog: ગુરુ, શુક્ર અને ચંદ્રની ત્રિપુટી 5 રાશિઓને બેઠા બેઠા બનાવશે માલામાલ, 17 જૂથી ગાડી, લાડી અને આવશે પુષ્કળ પૈસો

ગ્રહો ચોક્કસ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે, આ દરમિયાન અન્ય ગ્રહો સાથે મળીને યુતિ સર્જે છે. જેના પરિણામે અનેક શુભ યોગોનું નિર્માણ થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Jun 2026 04:37 PM (IST)Updated: Tue, 16 Jun 2026 04:37 PM (IST)
trigrahi-yog-in-kark-rashi-these-5-zodiac-sign-will-be-lucky-from-17th-june
HIGHLIGHTS
  • કર્ક રાશિમાં ચંદ્ર-શુક્રની યુતિથી કલાત્મક યોગ, ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ અને શુક્ર-ગુરુની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનવાનો છે

Trigrahi Yog In Kark: પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થતા નવો જેઠ મહિનો શરૂ થઈ ગયો છે, જે જ્યોતિષ અને ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે જેઠ સુદ બીજની તિથિ છે, ત્યારે કાલે એટલે કે 17 જૂનના રોજ આવતી ત્રીજની તિથિ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શુભ સાબિત થવાની છે.

હકીકતમાં જેઠ સુદ ત્રીજના રોજ કર્ક રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. બીજી તરફ ત્રણ અન્ય યોગનું પણ નિર્માણ થઈ રહ્યો છે. જેમાં કર્ક રાશિમાં ચંદ્ર-શુક્રની યુતિથી કલાત્મક યોગ, ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ અને શુક્ર-ગુરુની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનવાનો છે. આમ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શુભ યોગ 5 રાશિના જાતકો માટે ખુશીઓનો ખજાનો ખોલવાનો છે.

  • મેષ રાશિફળ (Aries Horoscope): આ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ કોઈ વરદાનથી કમ નહીં હોય. વાહન કે મિલ્કત ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે. જૂની ઉઘરાણી પરત મળી શકે છે. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. નોકરીમાં બઢતીમાં બાધા દૂર થવાના યોગ બની રહ્યા છે.
  • મિથુન રાશિફળ (Gemini Horoscope): આ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભકારી સિદ્ધ થશે. કોઈ અગત્યના કામમાં સફળતા સાંપડી શકે છે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય.નોકરિયાતો માટે પોતાની પ્રતિભા વિકસાવવાની તક
  • કર્ક રાશિફળ (Cancer Horoscope): ત્રિગ્રહી યોગ આ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારો સાબિત થશે. સામાજિક માન-પ્રતિષ્ઠાના યોગ બને. નવું કામ શરૂં કરવા માટે શ્રેષ્ઠ સમય છે. વિદેશમાં મૂડી રોકાણ કરવાના દ્વાર ખુલશે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળશે. પૈતૃક સંપત્તિના વિવાદોનો સુખદ ઉકેલ આવશે.
  • કન્યા રાશિફળ (Virgo Horoscope): કર્ક રાશિમાં બનતો ત્રિગ્રહી શુભ યોગ કન્યા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. જાતકોને આવકનો નવો માર્ગ સુઝશે.વેપાર-ધંધામાં ઉન્નતિ થઈ શકે. સંપત્તિ સુખમાં વૃદ્ધિ થાય. લાંબાગાળાથી એક જ જગ્યાએ રહેલા નોકરિયાતો માટે પ્રમોશનની તક મળશે. કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે.
  • વૃશ્વિક રાશિફળ (Scorpio Horoscope): આ રાશિના જાતકોને આર્થિક પ્રગતિમાં ભાગ્યનો ભરપુર સાથ મળશે. ધારેલા લક્ષ્ય સિદ્ધ કરી શકશો. પરદેશના કામમાં પ્રગતિ થઈ શકે છે. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાશે. વર્ષોથી અટકેલા કામોને ગતિ મળશે. આર્થિક પાસાં સવળા પડતાં જણાય. ધંધાકીય બાબતોમાં કાર્યબોઝ ઓછો થાય.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.