Budh Vakri: જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક, સંવાદ અને વેપારના કારક ગણાતા બુધની દરેક ચાલને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યારે ગ્રહોના રાજકુમાર બુધ મિથુન રાશિમાં બિરાજમાન છે અને માર્ગી ચાલ ચાલી રહ્યા છે. આગામી 29 જૂન, 2026ના રોજ સોમવારે રાતે 11:05 કલાકે બુધ વક્રી થઈ જશે, એટલે કે ઉલટી ચાલ ચાલશે.
બુધ ગ્રહ આગામી 24 જુલાઈ સુધી વક્રી રહેશે અને તે બાદ માર્ગી થઈ જશે. તેમજ આગામી 22 જૂનના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાં પણ પ્રવેશ કરશે. એવામાં 29 જૂનથી બુધની વક્રી ચાલ ચાર રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહી છે.
આ પણ વાંચો
- મેષ (Aries Rashifal): આ રાશિના જાતકો માટે બુધની વક્ર ચાલ અત્યંત શુભ સાબિત થશે. જાતકોને કરિયરમાં નવી તકો મળી શકે છે. નોકરિયાત વર્ગને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટના યોગ બની રહ્યા છે. ધંધાદારી વર્ગને ભાગીદારોનો ભરપુર સાથ મળશે. આકસ્મિક ધનલાભથી આર્થિક સ્થિતિ સુધરતી જણાશે.
- મિથુન (Gemini Rashifal): બુધની વક્રી ચાલથી આ રાશિના જાતકોને પણ ભરપુર લાભ મળવાનો છે. ભાગ્યનો સાથ મળતા જાતકોને જીવનમાં અણધારેલી સફળતા સાંપડી શકે છે. વેપારમાં પણ લાભ થવાથી આર્થિક સ્થિતિ સુધરશે. મકાન-વાહન ખરીદવાના સપના સાકાર થતા જણાય.
- કન્યા (Virgo Rashifal): બુધની ઉલટી ચાલ આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ રહી છે. જાતકોના જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખુલતા જણાય. વર્ષોથી અટકેલા પૈસા પરત મળી શકે છે, માનસિક તણાવ દૂર થશે. જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.
- કુંભ (Aquarius Rashifal): આ રાશિના જાતકો માટે બુધની વક્રી ચાલ અણધાર્યો લાભ લઈને આવી રહી છે. વિદ્યાર્થી વર્ગને કરિયરમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત અને વેપારી વર્ગને પણ કામકાજમાં સરળતાથી સફળતા સાંપડશે. આવકના નવા માર્ગ મળી રહેતા આર્થિક સ્થિતિ પણ સુધરશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
