Mangal Gochar, Lal Kitab Upay: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ઉર્જા અને સાહસનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે મંગળ ગ્રહ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે, તો તેની શુભાશુભ અસર રાશિચક્રની તમામ રાશિઓ પર પડે છે.
જો ગોચર વખતે વ્યક્તિની કુંડળીમાં મંગળ નબળી સ્થિતિમાં હોય, તો તેવી સ્થિતિમાં જાતકોને જીવનમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે લાલ કિતાબમાં કેટલાક કારગર ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે અજમાવવા માત્રથી મંગળના અશુભ અસરોને નાથી શકાય છે.
આ પણ વાંચો
મંગળનું ગોચર અશુભ ફળ આપે છે કેવી રીતે ખબર પડે?
- કોઈ કારણ વિના ગમે તેની સાથે વાદ-વિવાદ થવા લાગે છે.
- વારંવાર ઈજા પહોંચે, અકસ્માતનો ભોગ બનાય
- લાંબા સમય સુધી દેવાનું ડુંગર હેઠળ દબાયેલા રહેવું
- ભાઈ-બહેન સાથેના સબંધો અચાનક વણસવા લાગે
લાલ કિતાબ મુજબ મંગળની અશુભ અસર દૂર કરવાના ઉપાયો
મંગળ ગોચરના અશુભ ફળને દૂર કરવા માટે મંગળવારનો દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાનાદી ક્રિયા પતાવીને પૂજા કર્યાં બાદ કૂતરાઓને રોટલી ખવડાવવી જોઈએ. એવું મનાય છે કે, આ ઉપાયથી મંગળ ઉપરાંત કેતુની પણ અશુભ અસર દૂર થાય છે. આ સાથે જ જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
મંગળવારની રાતે સૂતા સમયે પથારીની પાસે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને રાખો અને સવારે ઉઠીને આ પાણી કોઈ છોડની પીવડાવી દો. લાલ કિતાબમાં જણાવ્યા પ્રમાણે, આ ઉપાય અજમાવવાથી માનસિક તણાવની સમસ્યામાંથી જલ્દી મુક્તિ મળે છે.
જો તમને પણ મંગળ ગોચરની અશુભ અસરનો સામનો કરી રહ્યા હોવ, તો મંગળવારના દિવસે મંદિર કે ગરીબ લોકોમાં લાલ મસુરની દાળ અને ગોળનું દાન કરો. એવું મનાય છે કે, આ ઉપાયથી મંગળના દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
આ ઉપરાંત મંગળવારના દિવસે પૂજા કરતી વખતે નીચે આપેલા મંત્રોનો જાપ અચૂક કરવો જોઈએ. એવું મનાય છે કે, આ મંત્રોના જાપથી મંગળ ગોચરની અશુભ અસર દૂર થાય છે અને મંગળ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.
મંગળનો મંત્ર
“ॐ भौमाय नमः”
મંગળનો બીજ મંત્ર
“ॐ क्रां क्रीं क्रौं सः भौमाय नमः”
