Swapna Shastra: સપનામાં આપણને ભવિષ્ય માટે કેટલાક ખાસ પ્રકારના સંકેત મળે છે. સપનાનો સીધો સબંધ આપણા જીવનમાં ઘટતી ઘટનાઓ સાથે હોઈ શકે છે. જો કે કેટલાક ખાસ સપના વ્યક્તિની કિસ્મત ચમકાવવાના સંકેત આપે છે.
સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, સપનામાં દેવી-દેવતાની મૂર્તિ દેખાય, તો તે શુભ અને અશુભ એમ બન્ને સંકેત માનવામાં આવે છે. સપનામાં ન્યાયના દેવતા શનિદેવ દેખાય, તો તેનો શુભ અને અશુભ સંકેત જાતકની કુંડળી પર નિર્ભર કરે છે.
શનિ દેવને લઈને ભલે લોકોના મનમાં ડર હોય, પરંતુ જો શનિદેવ મહેરબાન થઈ જાય, તો રંકને રાજા બનાવી શકે છે. આ સાથે જ શનિના પ્રસન્ન થવા પર કેટલાક એવા સપના આવે છે, જે તમારા જીવનમાં પોઝિટિવ પરિવર્તનના સંકેત હોઈ શકે છે. આવા સપના આવ્યા બાદ તમારા જીવનમાં કેટલાક સારા પરિવર્તન આવી શકે છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ
- પોતાને કાળા કૂતરા સાથે રમતા જોવાઃ તમને ક્યારેય એવું સ્વપ્ન આવે કે, તમે કાળા કૂતરા સાથે રમી રહ્યા છો અને કૂતરો ખૂબ ખુશ છે, તો સમજી લો કે તમારા પર શનિદેવની કૃપા વરસી રહી છે. આવું સ્વપ્ન આવ્યા પછી તમારા જીવનની ઘણી મુશ્કેલીઓનો અંત આવી શકે છે.
- શનિદેવને હાથી પર સવાર જોવાઃ સ્વપ્નશાસ્ત્ર અનુસાર, જો તમને સ્વપ્નમાં શનિદેવ ક્યારેય હાથી પર સવાર દેખાય, તો આ પણ એક શુભ સ્વપ્ન માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે કે,શનિદેવ તમારા કાર્યોથી પ્રસન્ન છે અને તમારા કાર્યોનું શુભ ફળ તેઓ તમને પ્રદાન કરશે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને બગડતા કામ પણ બનવા લાગશે
- સપનામાં શિવલિંગ દેખાવું: શિવલિંગ ભલે ભગવાન શિવ સાથે સંકળાયેલું હોય, પરંતુ સ્વપ્નમાં શિવલિંગનું દેખાવું એ શિવજીના પરમ ભક્ત શનિદેવની પ્રસન્નતાનો પણ સંકેત છે. આવું સ્વપ્ન આવ્યા પછી તમને આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સ્વપ્ન આવ્યા પછી તમને પારિવારિક જીવનમાં પણ શુભ ફળ મળે છે.
- સપનામાં શનિ મંદિર દેખાય: સપનામાં શનિદેવનું દેખાવવું અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. શનિ મંદિર જોવાથી તમારી કરિયર સબંધિત સમસ્યાનો અંત આવે છે. આ સાથે જ તમે આર્થિક રીતે પણ સમૃદ્ધ થાઓ છો.
- શનિદેવ આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં જોવાઃ જો તમને સ્વપ્નમાં શનિદેવ આશીર્વાદ આપવાની મુદ્રામાં દેખાય, તો સમજી લો કે તમારી કિસ્મત સોનાની જેમ ચમકવાની છે. તમારા જીવનના તમામ સંકટો દૂર થઈ શકે છે. આ સાથે જ જીવનમાં તમને ધારેલી સફળતા મળવાનો સંકેત છે.

