Surya Gochar 2026: સૂર્ય 18 માર્ચ 2026 ના રોજ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરશે. આ દિવસે રાતના 9.27 વાગ્યે સૂર્ય દેવ ઉતર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર શનિનું છે અને સૂર્ય-શનિના સંયોગથી કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પડે છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનની કઈ કઈ રાશિ પર સારી અશર કરશે તેના પર નજર કરીએ. જેમાં કરિયર, આર્થિક લાભ, પારિવારિક સુખ અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે.
મિથુન રાશિ:
આ નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે ખાસ કરીને શુભ છે. સૂર્યની આ સ્થિતિ તમારા કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ લાવી શકે છે. જે મહેનત તમે અગાઉ કરી હતી તેનું ફળ મળવાની શક્યતા છે. આર્થિક રીતે સ્થિરતા આવશે, નોકરીમાં પ્રમોશન કે માન-સન્માન મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
તુલા રાશિ:
તુલા રાશિ પર પણ આ ગોચર સારી અસર કરશે. તમારા કામમાં સ્થિરતા અને સફળતા મળશે. ધંધા-રોજગારમાં નવી તકો ખુલશે, ખાસ કરીને પાર્ટનરશિપ અથવા ટીમ વર્કમાં લાભ થશે. આર્થિક બાબતોમાં સુધારો થશે, પરંતુ લોન કે રોકાણમાં સાવધાની રાખો. પરિવાર સાથે સારો સમય વિતાવશો, સંબંધોમાં મધુરતા વધશે. આરોગ્ય તરફ ધ્યાન આપો, ખાસ કરીને તણાવથી બચો.
ધનુ રાશિ:
ધનુ રાશિના જાતકો માટે આ સમય પારિવારિક અને ઘરેલુ બાબતોમાં શુભ છે. ઘર-પરિવારમાં ખુશીઓ વધશે, કુટુંબમાં સુમેળ રહેશે. સંપત્તિ કે મિલકત સંબંધિત કામોમાં સફળતા મળી શકે છે. માનસિક શાંતિ મળશે અને આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં પણ સ્થિરતા આવશે, પરંતુ નવા નિર્ણયોમાં ધીરજ રાખો. આર્થિક રીતે લાભની શક્યતા છે, પરંતુ અનાવશ્યક ખર્ચ ટાળો.
કુંભ રાશિ:
કુંભ રાશિ પર આ નક્ષત્ર પરિવર્તન સારી અસર કરશે. તમારી ઊર્જા અને ઉત્સાહ વધશે, કરિયરમાં નવી તકો મળી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો થશે, રોકાણ કે બિઝનેસમાં લાભ થઈ શકે છે. પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખો અને નિર્ણયોમાં ઉતાવળ ન કરો. પારિવારિક જીવનમાં સંતુલન જરૂરી છે. આરોગ્ય સારું રહેશે, પરંતુ વ્યાયામ અને આહાર પર ધ્યાન આપો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
