Surya Gochar 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહો દ્વારા સમયાંતરે રાશિઓ અને નક્ષત્ર પરિવર્તન કરવાની ઘટનાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે પૈકી સૂર્યને આત્મા, આત્મવિશ્વાસ, પિતા, સરકારી કામકાજ અને પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે. એવામાં ગ્રહોના રાજા સૂર્યનું 15 જૂને રાશિ પરિવર્તન અને પુનઃ નક્ષત્ર પરિવર્તન એક વિશેષ ખગોળીય ઘટના ગણાય છે.
પંચાગ પ્રમાણે, ચાર દિવસ બાદ એટલે કે 22 જૂન, 2026ના રોજ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં ગોચર કરશે, જ્યાં તે 6 જુલાઈ સુધી બિરાજમાન રહેવાના છે. આર્દ્રા નક્ષત્રનો સ્વામી રાહુ હોવાથી સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન ચાર રાશિઓને અઢળક ધન અને માન-સન્માન અપાવશે.
- મેષ રાશિફળ (Aries Horoscope): આ રાશિ માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આશીર્વાદરૂપ સાબિત થવાનું છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ બુલંદ બનવાથી ગમે તેવા અઘરા કામો સરળતાથી પુરા કરવામાં સફળતા મળશે. ધારેલા લક્ષ્ય સિદ્ધ કરી શકશો. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાય. આકસ્મિક ધનલાભના યોગ બનશે. આવકના નવા માર્ગ સુઝશે.
- મિથુન રાશિફળ (Gemini Horoscope): સૂર્યનું આર્દ્રા નક્ષત્રમાં ગોચર મિથુન રાશિના જાતકોની બગડતી બાજી સુધારશે. આ સમયમાં સમાજમાં માન-સન્માન વધશે. તમારા વર્ષોથી અટકેલા કામો પૂરા થશે. વેપારી વર્ગને નાણાંકીય લેવડ-દેવડ સચવાય. જૂના ગુંચવાડામાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. દામ્પત્યજીવનમાં ડગ માંડી શકશો.
- સિંહ રાશિફળ (Leo Horoscope): આ રાશિ માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થશે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વેપાર-વ્યવસાયમાં સ્થિર પ્રગતિ થશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે. શત્રુઓ અને સ્પર્ધકો કાબુમાં રહેશે. સંતાનોની સમસ્યા ઉકેલાય અને પ્રગતિ થાય. ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારો ઝુકાવ વધશે.
- ધન રાશિફળ (Sagittarius Horoscope): સૂર્યનું રાહુના નક્ષત્રમાં ગોચર આ રાશિ માટે વરદાનરૂપ રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સારા સમાચાર મળી શકે છે. આવકના નવા આયામ મળશે. લગ્નજીવન સુખી અને પ્રેમથી ભરેલું રહેશે.આર્થિક પાસાં સવળા પડતાં જણાય. કારકિર્દીમાં આગળ વધવાનો નવો મોકો મળશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
