Shukraditya Rajyog 2026: 6 જાન્યુઆરીથી 3 રાશિના ભાગ્યના દ્વાર ખુલશે, સૂર્ય-શુક્રની કૃપાથી જાતકો રાજા જેવું સુખ ભોગવશે

જ્યારે શુક્ર અને સૂર્યનો યોગ બને છે, ત્યારે આ બન્ને ગ્રહોના સકારાત્મક ગુણો જાતકના જીવનમાં સુખ, વૈભવ, પ્રેમ અને પ્રતિષ્ઠા લાવે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 03 Jan 2026 05:20 PM (IST)Updated: Sat 03 Jan 2026 05:35 PM (IST)
shukraditya-rajyog-2026-surya-shukra-yuti-benefits-for-these-3-surya-shukra-yuti-667437
HIGHLIGHTS
  • આ બન્ને ગ્રહોની યુતિથી જાતકો રાજા જેવું સુખ ભોગવે છે, આથી જ તેને રાજયોગ પણ કહેવામાં આવે છે.

Shukraditya Rajyog 2026: વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ભૌતિક સુખના કારક માનવામાં આવે છે, જ્યારે ગ્રહોના રાજા સૂર્યને આત્મવિશ્વાસ, માન-પ્રતિષ્ઠા અને શક્તિનું પ્રતિક મનાય છે. જ્યારે આ બન્ને ગ્રહો એકસાથે યુતિ કરે, ત્યારે શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થાય છે, જે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

આગામી મંગળવાર એટલે કે 6 જાન્યુઆરી, 2026ના રોજ સૂર્ય અને શુક્ર મકર રાશિમાં ગોચર કરશે. જેના કારણે બનતો શુક્રાદિત્ય યોગ કેટલીક રાશિના જાતકોને અત્યંત લાભદાયી રહેવાનો છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

ધન: આ રાશિના જાતકની કુંડળીના બીજા ભાવમાં શુક્રાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે જાતકોને આકસ્મિક ધન લાભ થવાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા વર્ષોથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. ધંધામાં કોઈ મોટી ડીલ મળવાની સંભાવના છે. આવકની નવી દિશા ખુલશે.

મીન: સૂર્ય અને શુક્રની યુતિથી બનતો રાજયોગ આ રાશિના 11માં ભાવમાં થવા જઈ રહ્યો છે. જે જાતકોને લાભકારી સિદ્ધ થશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે. જૂના મિત્રો સાથે મુલાકાત સંભવ છે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય. મનની ઈચ્છા ફળીભૂત થઈ શકે છે.

તુલા: આ રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં બનતો રાજયોગ શુભ ફળ આપનારો સાબિત થશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય.પરિવારમાં શુભ કાર્ય થાય. વાહન ખરીદીના યોગ બની રહ્યા છે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. નોકરીમાં તાલમેલ સાથે કામ કરવાથી સારું પરિણામ મળશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.